Categories : Maro muj lyone Raj stavan gujarati lyrics મારો મુજરો લ્યોને રાજ! સાહિબ! શાંતિ! સલૂણા! અચિરાજીના નંદન તોરે, દરિશણ હેતે આવ્યો; સમકિત રીઝ કરોને સ્વામી, ભક્તિ ભેટણું લાવ્યો. દુઃખભંજન છે બિરુદ અમને આશા તુમારી; તુમે નિરાગી થઈને છૂટો, શી ગતિ હોશે અમારી? ॥੧॥ કહેશે લોક ન તાણી કહેવું, એવડું સ્વામી આગે; પણ બાળક જો બોલી ન જાણે, તો કિમ વ્હાલો લાગે? મારે તો તું સમરથ સાહિબ, તો કિમ ઓછું માનું? ચિંતામણિ જેણે ગાંઠે બાંધ્યું, તેહને કામ કિશ્યાનું? અધ્યાતમ રવિ ઊગ્યો મુજ ઘટ, મોહ તિમિર હર્યું જુગતે; વિમલવિજય વાચકનો સેવક, ‘રામ’ કહે શુભ ભગતે. Related Articles Chelo bodh aapi stavan gujarati lyrics Vhaumasi parnu aave stavan gujarati lyrics Goyam kahe suno veerji re stavan gujarati lyrics Giruva rw gun tum tana stavan gujarati lyrics Karunasagar jivjivan prabhu stavan gujarati lyrics