Categories : Shanti Jin ek muj vinanti stavan gujarati lyrics શાંતિ જિન એક મુજ વિનતી, સુણો ત્રિભુવનરાય રે; શાંતિ સરુપ કિમ જાણીયે, કહો મન કિમ પરખાય રે. ધન્ય તું આતમ જેહને, એહવો પ્રશ્ન અવકાશ રે; ધીરજ મન ધરી સાંભળો, કહું શાંતિ પ્રતિભાસરે. ભાવ અવિશુદ્ધ સવિશુદ્ધ જે, કહ્યા જિનવર દેવ રે; તે તિમ અવિતથ સદ્દહે, પ્રથમ એ શાંતિ પદ સેવ રે. આગમધર ગુરુ સમકિતી, ક્રિયા સંવર સાર રે; સંપ્રદાયી અવંચક સદા, સૂચિ અનુભવ ધાર રે. શુદ્ધ અવલંબન આદરે, તજી અવર જંજાળ રે; તામસી વૃત્તિ સવિ પરિહરી, ભજે સાત્ત્વિકી સાલ રે. ફળ વિસંવાદ જેહમાં નહીં, શબ્દ તે અર્થ સંબંધિ રે; સકળ નયવાદ વ્યાપી રહ્યો, તે શિવ સાધન સંધિ રે. વિધિ પ્રતિષેધ કરી આતમા, પદારથ અવિરોધ રે; ગ્રહણવિધિ મહાજને પરિગ્રહ્યો, ઈશ્યો આગમ બોધ રે. દુષ્ટ જન સંગતિ પરિહરી, ભજે સુગુરુ સંતાન રે; જોગ સામથ્ર્ય ચિત્ત ભાવ જે, ધરે મુગતિ નિદાન રે. માન અપમાન ચિત્ત સમ ગણે, સમ ગણે કનક પાષાણ રે; વંદક નિંદક સમ ગણે, ઈસો હોય તું જાણ રે. સર્વ જગ જંતુને સમ ગણે, સમ ગણે તૃણમણિ ભાવ રે; મુગતિ સંસાર બિહુ સમ ગણે, મુણે ભવ જલનિધિ નાવ રે. આપણો આતમ ભાવ જે, એક ચેતનાધાર રે; અવર સવિ સાથ સંયોગથી, એહ નિજ પરિકર સાર રે. પ્રભુ મુખથી ઈમ સાંભળી, કહે આતમરામ રે; તાહરે દરિશણે નિસ્તર્યો, મુજ સિધ્યાં સવિ કામ રે. અહો અહો હું મુજને કહું, નમો મુજ નમો મુજ રે; અમિતફળ દાન દાતારની, જેહને ભેટ થઈ તુજ રે. શાંતિ સરુપ સંક્ષેપથી, કહ્યો નિજ પર રુપ રે; આગમમાંહિ વિસ્તર ઘણો, કહ્યો શાંતિ જિન ભૂપ રે. શાંતિ સરુપ ઈમ ભાવશે, ધરી શુદ્ધ પ્રણિધાન રે; “આનંદઘન’ પદ પામશે, તે લહિશે બહુમાન રે. Related Articles Chelo bodh aapi stavan gujarati lyrics Vhaumasi parnu aave stavan gujarati lyrics Goyam kahe suno veerji re stavan gujarati lyrics Giruva rw gun tum tana stavan gujarati lyrics Karunasagar jivjivan prabhu stavan gujarati lyrics