Categories : Shanti jineshwar sahiba re stavan gujarati lyrics શાંતિ જિનેશ્વર સાહિબા રે, શાંતિ તણા દાતાર; અંતરજામી છો માહરારે, આતમના આધાર. શાંતિ૦ ।।૧।। ચિત્ત ચાહે પ્રભુ ચાકરી રે, મન ચાહે મળવાને કાજ; નયન ચાહે પ્રભુ નિરખવારે, દ્યો દરિશન મહારાજ. શાંતિ૦ ।। ૨ ।। પલક ન વિસરો મન થકી રે, જિમ મોરા મન મેહ; એક પખો કેમ રાખીયે રે, રાજ કપટનો નેહ. શાંતિ૦॥૩॥ નજર રે, વાધે બમણો વાન; અખૂટ ખજાનો પ્રભુ તાહરો રે, દીજીએ વાંછિત દાન. આશ કરે જે કોઈ આપણી રે, નવિ મૂકીએ નિરાશ; ।।૪૪ ।। સેક જાણીને આપણો રે, દીજીએ તાસ દિલાસ. શાંતિ૦।।૫। દાયકને દેતાં થકાં રે, ક્ષણ નવિ લાગે વાર; કાજ સરે નિજ દાસનાં રે, એ મોટો ઉપકાર. એવું જાણીને જગધણી રે, દિલમાં હિ ઘરજો પ્યાર; શાંતિ૦।।૬।। “રૂપવિજય” કવિરાયનો રે, મોહન જયજયકાર. શાંતિ૦ ।।૭ ।। Related Articles Chelo bodh aapi stavan gujarati lyrics Vhaumasi parnu aave stavan gujarati lyrics Goyam kahe suno veerji re stavan gujarati lyrics Giruva rw gun tum tana stavan gujarati lyrics Karunasagar jivjivan prabhu stavan gujarati lyrics