Categories : Shri Shanti jineshwar dito re stavan gujarati lyrics શ્રી શાંતિ જિનેશ્વર દીઠો રે, મારા મનમાં લાગ્યો મીઠો રે; આજ મુખડું એનું જોતાં રે, મારા નયન થયાં પનોતા રે. જે નજર માંડી એને જોશે રે, તે તો ભવની ભાવઠ ખોશે રે; એનું રુપ જોઈ જે જાણે રે, તેહને સુરનર સહુ વખાણે રે. એ તો સાહિબ છે સયાણો રે, મને લાગે એહશું તાનો રે; એ તો શિવસુંદરીનો રસીયો રે, મારા નયણા માંહે વસીયો રે. ॥૩॥ મેં તો સગપણ એહશું કીધું રે, હવે સઘળું કારજ સિધ્યું રે; એ તો જીવન અંતરજામી રે, નિરંજન એ બહુ નામી રે. ઘણું શું એહને વખાણું રે, હું તો જીવના જીવન જાણું રે; ઘણું જે એહને મલશે રે, તે તો માણસમાંથી ટળશે રે. મનડાં જેણે એહશું માંડ્યાં રે, તેણે ઋદ્ધિવંત ઘર છાંડયા રે; જેણે એહ ઉપાસ્યા રે, તેણે શિવસુખ કરતલ વાસ્યા રે. આશિક જે એહના થાયે રે, તેણે સંસારમાં ન રહેવાશે રે; ગુણ એહના જે ઘણા ગાશે રે, તે તો આખર નિર્મળ થાશે રે. ॥૭॥ મેં તો માંડી એહશું માયા રે, મને ન ગમે બીજાની છાયા રે; વાચક ‘ઉદયરત્ન’ એમ બોલે રે, કોઈ ન આવે એહને તોલે રે. ॥૮॥ Related Articles Chelo bodh aapi stavan gujarati lyrics Vhaumasi parnu aave stavan gujarati lyrics Goyam kahe suno veerji re stavan gujarati lyrics Giruva rw gun tum tana stavan gujarati lyrics Karunasagar jivjivan prabhu stavan gujarati lyrics