Categories : Suno Shanti jineshwar sobhagi stavan gujarati lyrics સુણો શાંતિ જિણંદ! સોભાગી, હું તો થયો છું તુમ ગુણરાગી; તુમે નિરાગી ભગવંત, જોતાં કિમ મળશે તંત. સુણો૦ ।। ૧ ।। હું તો ક્રોધ કષાયનો ભરિયો, તું તો ઉપશમ રસનો દરિયો; હું તો અજ્ઞાને આવરિયો, તું તો કેવળ-કમલા વરિયો. સુણો૦ ।। ૨ ।। હું તો વિષયા રસનો આશી, તેં તો વિષયા કીધી નિરાશી; હું તો કર્મના ભારે ભરીયો, તેં તો પ્રભુજી ભાર ઉતાર્યો. સુણો૦|॥૩॥ હું તો મોહ તણે વશ પડિયો, તેં તો સબળા મોહને હણિયો; હુંતો ભવસમુદ્રમાં ખૂંચ્યો, તુંતો શિવમંદિરમાં પહોંચ્યો. સુણો૦॥૪॥ મારે જન્મમરણનો જોરો, તેં તો તોડયો તેહનો દોરો; મારો પાસો ન મેલે રાગ, તમે પ્રભુજી થયા વીતરાગ. સુણો૦ ।।૫ ।। મને માયા એ મૂક્યો પાશી, તું તો નિર્બંધન અવિનાશી; હું તો સમકિતથી અધૂરો, તું તો સકલ પદારથે પૂરો. સુણો૦।।૬।। મારે તો છે પ્રભુ તું હી એક, તારે મુજ સરીખા અનેક; હું તો મનથી ન મુકું માન, તું તો માનરહિત ભગવાન. સુણો૦।।૭।। મારું કીધું કશું નવિ થાય, તું તો રંકને કરે છે રાય; એક કરે મુજ મહેરબાની, મારો મુજરો લેજો માની. એક વાર જો નજરે નીરખો, તો કરો મુજને તુમ સરીખો; સુણો૦।।૮।। જો સેવક તુમ સરીખો થાશે, તો ગુણ તમારા ગાશે. સુણો૦ ॥૯॥ ભવોભવ તુમ ચરણોની સેવા, હું તો માંગુ છું દેવાધિદેવા; સામું જુઓને સેવક જાણી, એવી ઉદયરત્ન’ની વાણી. સુણો૦ ।।૧૦।। Related Articles Chelo bodh aapi stavan gujarati lyrics Vhaumasi parnu aave stavan gujarati lyrics Goyam kahe suno veerji re stavan gujarati lyrics Giruva rw gun tum tana stavan gujarati lyrics Karunasagar jivjivan prabhu stavan gujarati lyrics