શાંતિ જિનેશ્વર સાહિબા, સુખકાર કરુણાસિંધુ રે;
પ્રભુ તુમ સમ કો દાતા નહિ, નિષ્કારણ ત્રિભુવન બંધુ રે.||૧||
જસ નામે અક્ષય સંપદ હોવે, વળી આધિ તણી હોયે શાંતિ;
દુઃખ દુરિત ઉપદ્રવ સવિ મીટે, ભાંજે મિથ્યામતિ ભ્રાંતિ રે.||૨||
તું રાગ રહિત પણ રીઝવે, સવિ સજ્જન કેરા ચિત્ત રે;
નિર્દ્રવ્ય અને પરમેશ્વર, વિણ નેહે તું જગમિત રે.||૩||
તું ચક્રી ભવચક્રનો રે, સંબંધ ન કોઈ કીધ રે;
તું તો ભોગી યોગી દાખીયો, સહેજે સમતારસ સિદ્ધ રે.||૪||