Kunthu jineshwar janajo re lal stavan gujarati lyrics

Kunthu jineshwar janajo re lal stavan gujarati lyrics

કુંથુ જિનેશ્વર જાણજો રે લાલ, મુજ મનનો અભિપ્રાય રે; જિનેશ્વર

 મોરા તું આતમ અલવેસરુ રે લાલ, રખે તુજ વિરહો થાય રે; જિ૦

 તુજ વિરહો કેમ વેઠીયે રે,

તુજ વિરહો દુઃખદાય રે જિ૦, તુજ વિરહો ન ખમાય રે;

ખિણ વરસા સો થાય રે જિ૦,

વિરહો તે મોટી બલાય રે. જિ૦ ।। ૧ ।।

તાહરી પાસે આવવું રે લાલ, પહેલા ન આવે તું દાય; જિ0

 આવ્યા પછી તો જાયવુંરે લાલ,

તુજ ગુણ વશે ન સુહાયરે. જિ૦||૨||

ન મળ્યાનો ધોખો નહીં રે લાલ, જસ ગુણનું નહિં નાણ રે; જિ૦

 મિલિયા ગુણ કલીયા પછી રે લાલ,

બિછુરત જાયે પ્રાણ રે. જિ।।૩||

જાતિ અંધને દુઃખ નહીં રે લાલ, ન લહે નયનનો સ્વાદ રે; જિ૦

સ્વાદ લહી કરી રે લાલ, હાર્યાને વિખવાદ રે. જિ૦ ॥४॥

 

બીજે પણ કીહાં નવિ ગમે રે લાલ, જિણે તુમ વિરહે બચાય રે; જિ૦

 માલતી કુસુમે માલીયો રે લાલ, મધુપ કરીરે ન જાય રે.||૫||

 

જિ૦ |॥ ૫ ॥ વન દવ દાધાં રુખડાં રે લાલ, પલ્લવે વળી વરસાદ રે;

જિ૦ તુજ વિરહાનલનો બળ્યાંરે લાલ, કાલ અનંત ગમાત રે.||૬||

 

જિ૦ ।।૬।। ટાઢક રહે તુજ સંગમેં રે લાલ, આકુળતા મીટી જાય રે;

જિ૦ તુજ સંગે સુખીયો સદારે લાલ,

“માનવિજય” ઉવજ્ઝાયરે જિ૦।।૭।।

Related Articles