Pranamo Shri arnath stavan gujarati lyrics

Pranamo Shri arnath stavan gujarati lyrics

પ્રણમો શ્રી અરનાથ, શિવપુર સાથ ખરોરી;

ત્રિભુવન જન આધાર, ભવનિસ્તાર કરોરી.||૧||

 

કર્તા કારણ યોગ, કાર્યસિદ્ધિ લહે

કારણ ચાર અનૂપ, કાર્યથી તેહ ગ્રહેરી.||૨||

જે કારણ તે કાર્ય, થાયે પૂર્ણ પદેરી

ઉપાદાન તે હેતુ, માટી ઘટ તે વદેરી.||૩||

ઉપાદાનથી ભિન્ન, જે વિષ્ણુ કાર્ય ન થાયે;

ન હુવે કાર્ય રુપ, કર્તાને વ્યવસાયે.||૪||

 

કારણ તેહ નિમિત્ત, ચક્રાદિક ઘટ ભાવે;

કારજ સમવાય, કારણ નિયતને દાવે.||૫||

 

વસ્તુ અભેદ સરુપ, કાર્યપણું ન ગ્રહેરી;

તે અસાધારણ હેતુ,કુંભેથાસ લહેરી.||૬||

 

જેહનો નવિ વ્યાપાર, ભિન્ન નિયત બહુ ભાવી;

ભૂમિ કાળ આકાશ, ઘટ કારણ સદ્ધાવી.||૭||

એહ હેતુ, આગમમાંહી કહ્યોરી;

કારણ પદ ઉત્પન્ન, કાર્ય થયે ન લહ્યોરી.||૮||

 

આતમ દ્રવ્ય, કાર્ય સિદ્ધિ પણોરી;

નિજ સત્તાગત ધર્મ, તે ઉપાદાન ગણોરી.||૯||

 

યોગ સમાધિ વિધાન, અસાધારણ તેહ વદેરી;

વિધિ આચરણા ભક્તિ, જિણે નિજ કાર્ય સધેરી.||૧૦||

 

નરગતિ પઢમ સંઘયણ, તેહ અપેક્ષા જાણો;

નિમિત્તાશ્રિત ઉપાદાન, તેહની લેખે આણો.||૧૧||

 

નિમિત્ત હેતુ જિનરાજ, સમતા અમૃત ખાણી;

પ્રભુ અવલંબન સિદ્ધિ, નિયમાં એહ વખાણી.||૧૨||

 

પુષ્ટ હેતુ અરનાથ, તેહના ગુણથી હલીયે;

રીઝ ભક્તિ બહુમાન, ભોગ ધ્યાનથી મીલીયે.||૧૩||

 

મોટા ને ઉત્સંગ, બેઠા ને શી ચિંતા;

તિમ પ્રભુ ચરણ પસાય, સેવક થયા નિચિંતા.||૧૪||

 

અર પ્રભુ પ્રભુતા રંગ, અંતર શક્તિ વિકાસી;

“દેવચંદ્ર’ને આણંદ, અક્ષયભોગ વિલાસી.||૧૫||

Related Articles