પંચમ સુરલોકના વાસી રે, નવ લોકાંતિક સુવિલાસી રે;
કરે વિનંતી ગુણની રાશિ.
મલ્લિજિન! નાથજી વ્રત લીજે રે, ભવિજીવને શિવસુખ દીજે. ।।૧ ।।
તુમે કરુણારસ ભંડાર રે, પામ્યા છો ભવજલ પાર રે;
સેવકનો કરો રે ઉદ્ધાર.||૨||
પ્રભુ દાન સંવત્સરી આપે રે, જગનાં દારિદ્ર દુઃખ કાપે રે;
ભવ્યત્વપણે તસ થાપે. મલ્લિજિન૦॥૩॥
સુપતિ સઘળા મળી આવે રે, મણિ રયણ સોવન વરસાવે રે;
પ્રભુ ચરણે શીશ નમાવે. મલ્લિજિન. ।।૪||
તીર્થોદક કુંભા લાવે રે, પ્રભુને સિંહાસન ઠાવે રે;
સુરપતિ ભક્તે નવરાવે.||૫||
વસ્ત્રાભરણે શણગારે રે, ફૂલ માલા હૃદય પર ધારે રે;
દુઃખડાં ઈન્દ્રાણી ઉવારે.||૬||
મળ્યા સુર નર કોડાકોડી રે, પ્રભુ આગે રહ્યા કર જોડી રે;
કરે ભક્તિ યુક્તિ મદમોડી. મલ્લજિન૦ ।।૭।।
મૃગશિર સુદિની અજુઆલી રે, એકાદશી ગુણની આલી રે;
વર્યા સંયમ વધુ લટકાલી. મલ્લિજિન૦ ।।૮।।