મુનિસુવ્રત ાજન વદતા, આત ઉલ્લાસત તેને મન થાય છે;
વદન અનુપમ નીરખતાં, મારા ભવભવનાં દુઃખ જાય રે;
જગતગુરુ! જાગતો સુખકંદ રે..
સુખકંદ અમંદ આનંદ, પરમગુરુ! દીપતો સુખકંદ રે.॥१॥
નિશદિન સૂતા જાગતા, હિયડાથી ન રહે દૂર રે;
જબ ઉપકાર સંભારીએ, તબ ઊપજે આનંદ પૂર રે.||૨||
પ્રભુ ઉપકાર ગુણે ભર્યા, મન અવગુણ એક ન માય રે;
ગુણ ગણ અનુબંધી હુઆ, તે તો અક્ષય ભાવ કહાય રે.||૩||
અક્ષય પદ દિયે પ્રેમથી જે, પ્રભુનું તે અનુભવ રૂપ રે;
અક્ષર સ્વર ગોચર નહિ, એ તો અકલ અમાપ અરુપ રે.||૪||