Munisurat man mohyu maru stavan gujarati lyrics

Munisurat man mohyu maru stavan gujarati lyrics

મુનિસુવ્રત મન મોહ્યું મારું, શરણ ગ્રહ્યું છે તમારું;

પ્રાતઃ સમય જ્યારે હું જાગું, સ્મરણ કરું છું તમારું;

હો જિનજી! તુજ મૂરતિ મનહરણી,

ભવ સાયર જલ તરણી.||૧||

 

આપ ભરોસો આ જગમાં છે, તારો તો ઘણું સારું;

જન્મ જરા મરણો કરી થાક્યો, આશરો લીધો મેં તારો.||૨||

 

ચું ચું ચું ચું ચિડીયાં બોલે, ભજન કરે છે તમારું;

મૂર્ખ મનુષ્ય પ્રમાદે પડ્યો રહે, નામ જપે નહિ તારું.||૩||

 

ભોર થતાં બહુ શોર સુણું હું, કોઈ હસે કોઈ રુવે ન્યારું;

સુખિયો સૂર્વે ને દુખિયો રુવે, અકલ ગતિએ વિચારું.||૪||

 

ખેલ ખલકનો બંધ નાટકનો, કુટુંબ કબીલો હું ધારું;

જ્યાં સુધી સ્વાર્થ ત્યાં સુધી સર્વે, અંત સમયે સહુ ન્યારું.||૫||

 

માયા જાળ તણી જોઈ જાણી, જગત લાગે છે ખારું;

“ઉદયરત્ન’ એમ જાણી પ્રભુ તારું, શરણ ગ્રહ્યું છે મેં સારું. ।।૬।।

Related Articles