Shri munisurat sahiba re stavan gujarati lyrics

Shri munisurat sahiba re stavan gujarati lyrics

શ્રી મુનિસુવ્રત સાહિબા રે, તુજ વિના અવર હો દેવ;

નજરે દીઠા નવિ ગમે રે, કિમ કરીએ તસ સેવ; જિનેશ્વર!

મુજને તુજ આધાર, મુજને પાર ઉતાર જિનેશ્વર!

નામ તમારું સાંભરે રે, શ્વાસમાંહે સો વાર.||૧||

 

નીરખ્યા સુર નજરે ઘણા રે, તેહશું ન મિલે તાર;

તારો તાર મિલ્યાં પખે રે, કહો કિમ વાધે પ્યાર.||૨||

 

અંતર મન મિલ્યા વિના રે, ન ચઢે પ્રેમ પ્રમાણ;

પાયા વિના કેમ સ્થિર રહે રે, મોટા ઘર મંડાણ.||૩||

 

જોતા મૂરતિ જેહની રે, ઉલ્લસે નજર ન આપ;

તેહવા શું જે પ્રીતડી રે, તે સામો સંતાપ.||૪||

 

તેણે હરિહરાદિ સુર પરિહરી રે, મન ધરી તાહરી સેવ;

“દાનવિજય’ તુમ દરિશને રે, હરખ હોય નિત્યમેવ.||૫||

Related Articles

Jeetbuzz

Jeetwin