એકવીસમા જિન આગલેજી, અરજ કરું કરજોડ;
આઠ અરિએ મુજ બાંધિયોજી, તે ભવ બંધન તોડ; પ્રભુજી!
પ્રેમ ધરીને આજ, અવધારો અરદાસ.||૧||
એ અરિથી અળગા રહ્યાજી, અવર ન દીસે દેવ;
તો કિમ તેહને યાચીએજી, કિમ કરું તેહની સેવ.||૨||
વિલાસ વિનોદમાંજી, લીન રહે સુર જેહ;
આપે અરિંગણ વશ પડ્યાજી, અવર ઉગારે કિમ તેહ.||૩||
છત હોય તિહાં યાચીએજી, અછતે કિમ સરે કાજ?
યોગ્યતા વિણ જાંચતાંજી, પોતે ગુમાવે લાજ.||૪||
નિશ્ચય છે મન માહરેજી, તુજથી પામીશ પાર;
પણ ભૂખ્યો ભોજન સમેજી, ભાણે ન ટકે લગાર.||૫||
તે માટે કહું તુમ ભણીજી, વેગે કીજે સાર;
આખર તુમહિ જ આપશોજી, તો શી કરો હવે વાર.||૬||