શ્રી નમિજિનની સેવા કરતાં, અલિય વિઘન સવિ દૂર નાસેજી;
અષ્ટમહાસિદ્ધિ નવનિધિ લીલા, આવે બહુ મહમુર પાસેજી. ।।૧।।
મયમત્તા ગય અંગણ ગાજે, રાજે તેજી તુખાર તે ચંગાજી;
બેટા બેટી બંધવ જોડી, લહીએ બહુ અધિકાર રંગાજી. ॥२॥
વલ્લભ સંગમ રંગ લહીજે, અણવાહલા હોય દૂર સહેજેજી;
વાંછા તણો વિલંબ ન દૂજો, કારજ સીઝે ભૂરી લહેજેજી. ॥३॥
ચંદ્રકિરણ ઉજ્જ્વલ યશ સૂરજ તૂલ્ય પ્રતાપી દીપેજી;
જે પ્રભુભક્તિ કરે નિત્ય વિનયે, અરિયણ બહુ પ્રતાપે ઝીપેજી. ॥૪॥