Shri naminathne Charan Mamta stavan gujarati lyrics

Shri naminathne Charan Mamta stavan gujarati lyrics

શ્રી નમિનાથને ચરણે નમતાં, મનગમતાં સુખ લહિયે રે;

ભવ જંગલમાં ભમતાં ભમતાં, કર્મ નિકાચિત દહિયે રે.||૧||

 

સમકિત શિવપુર માંહી પહોંચાડે, સમકિત ધરમ આધાર રે;

શ્રી જિનવરની પૂજા કરીએ, એ સમકિતનો સાર રે.||૨||

 

જે સમકિતથી હોય ઉપરાંઠા, તેહના સુખ જાયે નાઠાં રે;

જે કહે જિનપૂજા નવિ કીજે, તેહનું નામ ન લીજે રે.||૩||

 

વપ્રા રાણીનો સુત પૂજો, જિમ સંસારે ન ધ્રૂજો રે;

ભવજલ તારક કષ્ટ નિવારક, નહિ કોઈ એહવો દૂજો રે.||૪||

 

શ્રી ઉવજ્ઝાયનો સેવક, “વિનય’ કહે પ્રભુ સેવો રે;

ત્રણ તત્ત્વ મનમાંહી અવધારી, વંદો અરિહંત દેવો રે. ॥५॥

Related Articles