મૈં આજ દરિસણ પાયા, શ્રી નેમિનાથ જિનરાયા,
પ્રભુ શિવાદેવીના જાયા, પ્રભુ સમુદ્રવિજય કુળ આયા;
કર્મો કે ફંદ છોડાયા, બ્રહ્મચારી નામ ધરાયા,
જિણે તોડી જગત કી માયા રે.||૧||
રૈવતગિરિ મંડન રાયા, કલ્યાણક તીન સોહાયા;
કેવલ શિવ રાયા, જગતારક બિરુદ ધરાયા;
તુમ બેઠે ધ્યાન લગાયા રે.मैं०॥२॥
અબ સુણો ત્રિભુવન રાયા, મેં કર્મો કે વશ આયા;
હું ચતુર્ગતિ ભટકાયા, મેં દુઃખ અનંતા પાયા;
તે ગિનતી નાહી ગિનાયા રે.||૩||
મૈં ગર્ભાવાસ મેં આયા, ઊંધે મસ્તક લટકાયા;
આહાર વિરસ ભુક્તાયા,
એમ અશુભ કરમ ફલ પાયા;
ઈણ દુઃખ સે નાહીં મુકાયા રે. मैं० ॥૪॥
નરભવ ચિંતામણિ પાયા, તબ ચાર ચોર મિલ આયા;
મુજે ચૌટે મેં લૂંટ ખાયા, અબ સાર કરો જિનરાયા;
કિસ કારણ દેર લગાયા રે. मैं० ॥५॥
જિણે અંતરગત મેં લાયા, પ્રભુ નેમિ નિરંજન ધ્યાયા;
દુઃખ સંકટ વિઘન હટાયા, તે પરમાનંદ પદ પાયા;
ફિર સંસારે નહીં આયા રે. मैं०॥६॥