અખિયાં દરિશન કી હૈ પ્યાસી… પાર્શ્વ તુમારી, સુરનર જનતા દાસી;
પુરિષાદાની આશા પૂરણ તું અવિનતલ, સુરતરુને સંકાસી. ॥१॥
નિરાગી શું રાગ કરંતા, હોવત જગમાં હાંસી;
એક પખો જે નેહ ચલાવે, દિયો તેહને શાબાશી.॥२॥
અજર અમર અકલંક અનંત ગુણ, આપ ભયે અવિનાશી;
કારજ કરી સુખ પાયો, અબ ક્યું હોત ઉદાસી.||૩||
તું પુરુષોત્તમ પરમપુરુષ હૈ, તું જગ મેં જિતકાસી;
જગથી દૂર રહ્યો પણ મુજ ચિત્ત, અંતર ક્યું કર જાસી? ॥४॥