તાર મુજ તાર મુજ તાર ત્રિભુવન ધણી, પાર ઉતાર સંસાર સ્વામી;
પ્રાણ તું ત્રાણ તું શરણ આધાર તું,
આતમારામ મુજ તુંહી સ્વામી.||૧||
તુંહી ચિંતામણિ, તુંહી મુજ સુરતરુ, કામઘટ કામધેનુ વિધાતા;
સકલ સંપત્તિ કરું, વિકટ સંકટ હરું,
પાસ શંખેશ્વરો મુક્તિદાતા.||૨||
પુણ્ય ભરપૂર અંકુર મુજ જાગિયો, મુખ નૂર વાધ્યો;
સકલ વાંછિત ફળ્યો, માહરો દિન વળ્યો,
શંખેશ્વરો દેવ લાધ્યો.||૩||
મનોહારિણી, ભવજલધિ તારિણી, નિરખત નયન આનંદ હુઓ;
પાર્શ્વ પ્રભુ ભેટિયા પાતિક લેટિયા તાહરે ચરણે જુઓ.||૪||