Pranamu pad pankaj pasna stavan gujarati lyrics

Pranamu pad pankaj pasna stavan gujarati lyrics

પ્રણમું પદ પંકજ પાસના, જસ વાસના અગમ અનુપ રે;

મોહ્યો મન મધુકર જેહથી, પામે તસ શુદ્ધ સ્વરુપ રે||૧||

 

પંક કલંક શંકા નહિ, નહિ ખેદાદિક દુઃખ દોષ રે;

અવંચક યોગથી લહે, અધ્યાતમ રસ પોષ રે.||૨||

 

દુર્દશા દૂરે કરી, ભજે મુદિતા મૈત્રી ભાવ રે;

વર્તે નિજ ચિત્ત મધ્યસ્થતા, કરુણામય શુદ્ધ સ્વભાવ રે.||૩||

 

નિજ સ્વરુપ થીર કરી ઘટે, ન કરે પુદ્ગલની ખંચ રે;

સાખી થઈ વરતે સદા, ન કદા પરભાવ પ્રપંચ રે.||૪||

 

સહજ દશા નિશ્ચય જગે, એ ઉત્તમ અનુભવ રસ સંગ રે;

રાચે નહિ પરભાવમાં, નિજ ભાવમાં રંગ અભંગ રે.||૫||

 

ગુણ સબ હી નિજમાં લખે, ન ચખે પરગુણની રેખ રે;

ખીર નીર વિવરો કરે, એ અનુભવ હંસશું પેખ રે.||૬||

 

નિર્વિકલ્પ ધ્યેય જે અનુભવે, અનુભવે અનુભવની રીત રે;

ઓર ન કબહુ લખી શકે, પ્રીત પ્રતીત રે.||૭||

Related Articles