Categories : Bhavajal par utar stavan gujarati lyrics ભવજલ પાર ઉતાર (૨), શ્રી શંખેશ્વર પાર્શ્વ જિનેશ્વર; મારો તું એક આધાર… મારો તું એક આધાર…||૧|| કાલ અનંતો ભવમાં ભમતાં, ક્યાંય ન આવ્યો આરો; ધન્ય ઘડી તે મારી આજે, દીઠો તુમ દેદાર, (૩)||૨|| તું વીતરાગી, તું અવિનાશી, તું નિર્બંધી દેવ; હું રાગી છું પાપી જીવડો, ભમતો ભવ અપાર, (૩)||૩|| આ દુનિયામાં તારા જેવો, કોઈ ન તારણહાર; વામાનંદન ચંદનની પરે, શીતલ જેની છાય, (૩)||૪|| ભવોભવ તુમ ચરણ સેવા, માંગુ છું દીનદયાલા; “રંગવિજય” કહે પ્રેમશું રે, વિનંતી એ અવધાર, (૩) શ્રી શં૦।।૫।। Related Articles Baal Maro Dil No Tukado (Hindi) Aadidev Ke Vanshaj Hai Ham (Hindi) Tere Gungaan Ka Mai Pyasa (Hindi) Jagu Chhu Na Suvu Chhu (Hindi) Veer Mere Pyare Jagse Nyare (Hindi)