Categories : Radha jeva fulda ne stavan gujarati lyrics રાધા જેવા ફૂલડાં ને, શામલ જેવો રંગ; આજ તારી આંગીનો કાંઈ, રુડો બન્યો છે રંગ; પ્યારા પાસજી હો લાલ! દીનદયાળ મુજને નયણે નિહાળ.||૧|| જોગીવાડે જાગતો ને, માતો ધિંગડમલ્લ; શામલો સોહામણો કાંઈ, જીત્યા આઠે મલ્લ.||૨|| તું છે મારો સાહિબો ને, હું છું તારો દાસ; આશા પૂરો દાસની કાંઈ, સાંભળી અરદાસ.||૩|| દેવ સઘળા દીઠાં તેમાં, એક તું અવ્વલ; લાખેણું છે લટકું તારું, દેખી રીઝે દિલ.||૪|| કોઈ પીરને ને કોઈ નમે રામ ‘ઉદયરત્ન’ કહે પ્રભુજી! મારે તુમશું કામ.||૫|| Related Articles Baal Maro Dil No Tukado (Hindi) Aadidev Ke Vanshaj Hai Ham (Hindi) Tere Gungaan Ka Mai Pyasa (Hindi) Jagu Chhu Na Suvu Chhu (Hindi) Veer Mere Pyare Jagse Nyare (Hindi)