Sahaj gun aagro Swami stavan gujarati lyrics

Sahaj gun aagro Swami stavan gujarati lyrics

સહજ ગુણ આગરો સ્વામી સુખ સાગરો,

જ્ઞાન વયરાગરો પ્રભુ સવાયો;

શુદ્ધતા એકતા તીક્ષ્ણતા ભાવથી,

મોહરિપુ જીતી જય પડહ વાયો.||૧||

 

વસ્તુ નિજ ભાવ અવિભાસ નિઃકલંકતા,

પરિણતિ વૃત્તિતા કરી અભેદે;

ભાવ તાદાત્મ્યતા શક્તિ ઉલ્લાસથી,

સંતતિ યોગને તું ઉછેદે.||૨||

 

દોષ ગુણ વસ્તુની લખીય યથાર્થતા,

લહી ઉદાસીનતા અપર ભાવે;

ધ્વંશી તજ્જન્યતા ભાવ કર્તાપણુ;

 પરમ પ્રભુ તું રમ્યો નિજ સ્વભાવે.||૩||

 

શુભ અશુભ અવિભાસ તહકીકતા,

શુભ અશુભ ભાવ તિહાં પ્રભુ ન કીધો;

શુદ્ધ પરિણામતા વીર્ય કર્તા થઈ,

પરમ અક્રિયતા અમૃત પીધો.||૪||

શુદ્ધતા પ્રભુતણી આત્મભાવે રમે,

પરમાત્મતા તાસ થાયે;

મિશ્ર ભાવે અછે ત્રિગુણની ભિન્નતા,

એકત્વ તુજ ચરણ આયે.||૫||

રસભરી સર્વ જન શંકરી,

મૂર્તિ જિનરાજની આજ ભેટી;

કારણે કાર્ય નિષ્પત્તિ શ્રદ્ધાન છે,

તિણે ભવ ભ્રમણની ભીડ મેટી.||૬||

નયર ખંભાયતે પાર્શ્વ પ્રભુ દરશને,

વિકસતે હર્ષ ઉત્સાહ વાધ્યો;

હેતુ એકત્વતા રમણ પરિણામથી,

સિદ્ધિ સાધકપણો આજ સાધ્યો.||૭||

 

આજ કૃત પુણ્ય ધન દીહ માહરો થયો,

આજ નર જન્મ મેં સફલ ભાવ્યો;

“દેવચંદ્ર’ સ્વામી ત્રેવીશમો વંદીયો,

ભક્તિભર ચિત્ત તુજ ગુણ રમાવ્.||૮||

Related Articles

Jeetbuzz

Jeetwin