Sar kar sar kar Swami sankheswara stavan gujarati lyrics

Sar kar sar kar Swami sankheswara stavan gujarati lyrics

સાર કર સાર કર સ્વામી શંખેશ્વરા,

વિશ્વ વિખ્યાત એકાંત આવો;

જગતના નાથ મુઝ હાથ ઝાલી કરી,

આજ કિમ કાજમાં વાર લાવો.||૧||

 

હૃદય મુજ રંજણો શત્રુ દુઃખ ભંજણો,

ઈષ્ટ પરમિષ્ટ મોહે તુહિં સાચો;

ખલક ખિજમત કરે વિપતી સમે ખિણ ભરે,

નવિ રહે તાસ અભિલાષ કાચો.||૨||

 

યાદવા રણજણે રામ કેશવ રણે,

જામ લાગી જરા નિંદ સોતી,

સ્વામી શંખેશ્વરા ચરણજલ પામીને;

યાદવોની જરા જાય રોતી.||૩||

 

આજ જિનરાજ! ઉંઘે કિસ્યું? આ સમે,

જાગ મહારાજ! સેવક પનોતા;

સુબુદ્ધિ મધે? ટળે ઘૂતે દોલત હરે,

વીર હાકે રિપુવૃંદ રોતા.||૪||

 

દાસ છું જન્મના પુરીયે કામના,

ધ્યાનથી માસ દશ દોય વીત્યા;

વિકટ સંકટ હરો નિકટ નયણા કરો

, તો અમે શત્રુ નૃપતિકું જીત્યા.||૫||

કાલ મુખે અશન શીતકાલે વસન,

શ્રમ સુખાસન રણે ઉદક દાઈ;

સુગુણનર સાંભરે વિસરે નહિ કદા,

પાસજી તું સદા છે સખાઈ.||૬||

 

માત તું તાત તું ભ્રાત તું દેવ તું,

દેવ દુનિયામાં દૂજો ન વહાલો;

શ્રી “શુભવીર’ જગ જીત ડંકો કરે,

નાથજી નેક નયણે નિહાલો.||૭||

Related Articles