પાર્શ્વ જિનેશ્વર સ્વામી, અલવેસર અંતરયામી;
હું તો અરજ કરું શિરનામી, પ્રભુ સાથે અવસર પામી;
હો સ્વામી મુજને તારો, હો પ્રભુજી મુજને તારો. હો સ્વામી૦ ।। ૧ ।|
। મુજને ભવસાગરથી તારો, ચિહું ગતિના ફેરા વારો;
કરુણા કરી પાર ઉતારો, એ વિનંતી મનમાં ધારો.હો સ્વામી.||૨||
સંસારે સાર ન કાંઈ, સાચો એક તું હી સખાઈ;
તે માટે કરી થિરતાઈ, મેં તુજ ચરણે લય લાઈ. હો સ્વામી૦।।૩।।
તારક તું જગત પ્રસિદ્ધો, પહેલા પણ તેં જસ લીધો;
તુજ સેવકને શિવસુખ દીધો,
એક અંતર મુજ શું કીધો? હો સ્વામી૦।।૪।।
ઈમ અંતર તે ન કરેવો, સેવકને શિવસુખ દેવો;
અવગુણ પણ ગુણ કરી લેવો,
હેત આણી બાંહ્ય ગ્રહેવો. હોસ્વામી.।।૫।।
સેવક ચૂકે કોઈ ટાણે, પણ સાહિબ મનમાં ન આણે;
નિજ અંગીકૃત પરમાણે, પોતાનો કરી જાણે. હો સ્વામી.।।૬।।