હો અવિનાશી! નાથ નિરંજન! સાહિબ મારો સાહિબ સાચો…
હો શિવવાસી! તત્ત્વપ્રકાશી! સાહિબ મારો સાહિબ સાચો ॥੧॥
ભવસમુદ્ર રહ્યો મહાભારી, કેમ કરી તરું હો અવિકારી,
બાંહ્ય ગ્રહીને કરો ભવપારી. સાહિબ. ।। ૨ ।।
વામાનંદન નયણે નિરખ્યા, આનંદના પુર હૈયે ઉમટ્યા,
કામીત પુરણ કલ્પતરુ ફળિયા. સાહિબ. ॥૩॥
મહિમા તારો છે જગભારી, પાર્શ્વ શંખેશ્વર તું જયકારી,
સેવકને દ્યો કેમ વિસારી. સાહિબŌ ।।૪।|
મારે તો પ્રભુ તું હી એક દેવા, ન ગમે કરવી બીજાની સેવા,
અરજ સુણો પ્રભુ દેવાધિદેવા. સાહિબ।।૫ ।।