ગોયમ કહે સુણો વીરજી રે, વાલેશ્વર ગુણગેહ;
વિશ્વાસ મુજને એટલો રે, ઈમ કિમ તોડશો નેહ,
હો વીરજી! શું કીધું તેહ, છટકીને દીધો છેહ.||૧||
કામ ભળાવી તેં પ્રભુજી, મુજને મૂક્યો દૂર;
અંત સમય રાખ્યો નહીં, સેવક ચરણે નૂર.||૨||
કેડ લાગીશું તુમ કને રે, માંગત કેવળ ભાગ?
ઈમ બહાના દેઈ ગયા રે, શું ન હતી મુક્તિમાં જગ.||૩||
મોહ તોડી મૂકી જશો રે, પહેલા જો જાણત એહ;
તો તુમ સાથે એવડો રે, શાને કરત હું સ્નેહ.||૪||
ગોયમ ગોયમ કહીને રે, બોલાવતા કેઈવાર;
ઈણવેળા તે કિંહા ગયો રે, તુમ મન કેરો પ્યાર.||૫||
તેં પણ છળ જ્યાં એમ રે, તો શું અવરની વાત;
ઈમ છળ કરતાં તુજને રે, ન આવી શરમ તિલમાત્ર.||૬||