તેરો દરશ મન ભાયો ચરમ જિન! તેરો દરશ મન ભાયો..
તું પ્રભુ કરુણારસમય સ્વામી, ગર્ભ મેં શોક મિટાયો;
ત્રિશલા માતા કો આનંદ દીનો, જ્ઞાતનંદન જગ ગાયો.||૧||
વરસીદાન દઈ રોરતા વારી, સંયમ રાજ ઉપાયો;
દિન હીનતા કબહું ન તેરે, સચ્ચિદાનંદ રાયો.||૨||
કરુણા મંથર નયને નિહાળી, ચંડકૌશિક સુખદાયો;
આનંદ રસભર સ્વર્ગે પહુંતો, ઐસો કૌન કરાયો.||૩||
રત્નકંબલ દ્વિજવર કો દીનો, ગોશાલક ઉદ્ધરાયો;
જમાલી પન્નર ભવ અંતે, મહાનંદ પદ પાયો.||૪||
મત્સરી ગૌતમ કો ગણધારી, શાસન નાયક ઠાયો;
તેરે અવદાત ગિનું જગ કે તે, તું કરુણાસિંધુ સોહાયો.||૫||