તારી મૂરતિએ મન મોહ્યું રે, મનના મોહનીયા!
તારી સૂરતિએ જગ સોહ્યું રે, જગના જીવનીયા!
તુમ જોતાં સવિ દૂરમતિ વીસરી, દિન રાતડી નવી જાણી;
પ્રભુ ગુણગણ સાંકળશું બાંધ્યું, ચંચળ ચિત્તડું તાણી રે.||૧||
મનના૦ ।।૧ ।। પહેલાં તો એક કેવલ હરખે, હેજાળુ થઈ હળિયો;
ગુણ જાણીને રુપે મિલિયો, અભ્યંતર જઈ ભળિયો. મનના૦।। ૨ ।|
। વીતરાગ ઈમ જસ નિસુણીને, રાગી રાગ કરેહ;
આપ અરુપી રાગ નિમિત્તે, દાસ અરુપ ધરેહ રે.મનના૦ ||૩ ।।
શ્રી સીમંધર! તું જગબંધુ, સુંદર તાહરી વાણી;
મંદર ભૂધર અધિક ધીરજ ધર, વંદે તે ધન્ય પ્રાણી રે. મનના ।।૪।।