Abolda Shana lidha chhe raaj stavan gujarati lyrics

Abolda Shana lidha chhe raaj stavan gujarati lyrics

અબોલડાં શાના લીધાં છે રાજ, જીવજીવન પ્રભુ માહરા;

તમે અમારા અમે તમારા, વાસ નિગોદમાં રહેતાં. ||1||

 

કાલ અનંતના સ્નેહી પ્યારા, કદીય ન અંતર કરતા;

બાદર સ્થાવરમાં બેહુ આપણ, કાલ અસંખ્ય નિગમતાં||2||

 

 વિકલેન્દ્રિયમાં કાલ સંખ્યાતા,વિસર્યા નવિ વિસરતા;

 નરકસ્થાને રહ્યા બેહુ સાથે, તિહાં પણ બહુ દુઃખ સહતા. ||3||

 

પરમાધામી સન્મુખ આપણ, ટગ મગ નજરે જોતાં

  દેવના ભવમાં એક વિમાને, દેવનાં સુખ અનુભવતા.||4||

 

એકણ પાસે  દેવશય્યામાં, થેઈ થેઈ નાટક સુણતાં;

તિહાં પણ તમે અને અમે બેઉ સાથે, જિનજન્મ મહોત્સવ કરતા. ||5||

 

તિર્યંચગતિમાં સુખદુઃખ અનુભવતા, તિહાં પણ સંગ ચલંતા;

એક દિન સમવસરણમાં આપણ, જિનગુણ અમૃત પીતા. ॥६॥

 

એક દિન તમે અને અમે બેઉં સાથે, વેલડી વળગીને ફરતા;

એક દિન બાળપણામાં આપણે, ગેડી દડે નિત્ય રમતાં.॥७॥

 

તમે અને અમે બેઉ સ્વરુપી, એવી કથા નિત્ય કરતા;

એક કુલ એક ગોત્ર એકઠેકાણે, એક જ થાળીમાં જમતા. ॥8॥

 

એક દિન હું ઠાકોર તમે ચાકર, સેવા માહરી કરતા;

આજ તો આપ થયા જગ ઠાકોર, સિદ્ધિવધૂના પનોતા. ॥9॥

 

કાલ અનંતનો સ્નેહ વિસારી, કામ કીધાં મનગમતાં

હવે અંતર કેમ કીધું પ્રભુજી, ચૌદ રાજ જઈ પહોંતા. ॥10॥

 

“દીપવિજય’ કવિરાજ પ્રભુજી, જગનેતા;

નિજ સેવકને યશપદ દીજે, અનંત ગુણે ગુણવંત. ॥11॥

Related Articles