શ્રી સ્નાત્ર – પૂજા
(વિધિસહિત )
સ્નાત્ર ભણાવતાં પહેલાંની વિધિ
૧. પ્રથમ પૂર્વ દિશાએ કે –
ઉત્તર દિશાએ અથવા મૂળ પ્રતિમા
સન્મુખ ત્રણ સુંદર બાજોઠ મૂકી
તે ઉપર સિંહાસન મૂકવું.
૨ . પછી નીચેના બાજોઠ
ઉપર વચમાં કેસરનો સાથિયો
કરી ઉપર ચોખા પૂરીને શ્રીફળ મૂકવું.
૩ . પછી તે જ બાજોઠ ઉપર કેસરના સાથિયા આગળ બીજા ચાર સાથિયા કરી, તે ઉપર ચાર કળશ નાડાછડી બાંધી પંચામૃત (દૂધ, દહીં, ઘી, મધ અને સાકરનું મિશ્રણ કરી ભરીને મૂકવા .
૪ . સિંહાસનના મધ્ય ભાગમાં
કેસરનો સાથિયો કરી,
રૂપાનાણું મૂકી,
ત્રણ નવકાર ગણી
તેના ઉપર પરિકરવાળાં
પ્રતિમાજી પધરાવવાં .
૫ . વળી પ્રતિમાજીની આગળ
બીજો સાથિયો કરી
તેના ઉપર શ્રી સિદ્ધચક્રજી પધરાવવા .
૬ . પ્રતિમાજીની જમણી બાજુએ
પ્રતિમાજીની નાસિકા સુધી
ઊંચો ધીનો જ દીવો મૂકવો.
૭ . પછી સ્નાત્રિયાઓએ હાથે
નાડાછડી બાંધી,
હાથમાં પંચામૃત ભરેલો
કળશ લઈ,
ત્રણ નવકાર ગણી,
પ્રતિમાજી તેમજ સિદ્ધચક્રજીને
પખાળ કરવો .
૮. પછી પાણીનો પખાળ કરી ત્રણ અંગલૂછણાં કરી કેસર વડે પૂજા કરવી .
૯ . પછી હાથ ધોઈ ધૂપી પોતાના જમણા હાથની હથેલીમાં કેસરનો સાથિયો કરવો .
૧૦ . પછી કુસુમાંજલિ (કેસર,
ચોખા અને પુષ્પનો થાળ )
લઈ સ્નાત્રિયાઓએ ઊભા રહેવું
स्नात्र पूजा
( પ્રથમ કળશ લઈ ઊભા રહેવું )
કાવ્ય ( દ્રુતવિલંબિત વૃત્તમ )
સરસંશાન્તિસુધારસસાગરં,
શુચિતરં ગુણરત્નમહાગર
ભવિકપંકજબોધદિવાકરં,
પ્રતિદિનં પ્રણમામિ જિનેશ્વરં . ૧
દુહા
કુસુમાભરણ ઉતારીને,
પડિમાંધરિય વિવેક,
મજ્જનપીઠે થાપીને,
કરીએ જળ અભિષેક, ૨
( અહીં જમણે અંગૂઠે પખાળ કરી . અંગલૂછણાં, પૂજા કરી કુસુમાંજલિની થાળી લઈ ઊભા રહેવું . )
ગાથા – આર્યા ગીતિ
જિન જન્મ સમયે મેરુ સિહરે, રયણ – કણય – કલસેહિ દેવાસુરેહિંણ્ણવિઓ,
તે ધન્નાજેહિંદિઠ્ઠોસિ . ૩
(જ્યાં જ્યાં કુસુમાંજલિ મેલો
આવે ત્યાં ત્યાં પ્રભુના
જમણે અંગૂઠે કુસુમાંજલિ भूऽवी.)
કુસુમાંજલિ – ઢાળ
નિર્મળ જળકળશે ન્હવરાવે,
વસ્ત્ર અમૂલક અંગ ધરાવે,
કુસુમાંજલિ મેલો આદિ જિણંદા,
સિદ્ધસ્વરૂપી અંગ પખાલી,
આતમ નિર્મલ હુઈ સુકુમાલી .
કુસુમાં . ૪ ( પ્રભુના જમણા
અંગૂઠે કુસુમાંજલિ મૂકવી .
ગાથા – આર્યા ગીતિ
મચકુંદચંપ માલઈ,
કમલાઇપુપ્ફ પંચવણાઈ,
જગન્નાહ ન્હવણ સમયે,
દેવા કુસુમાંજલિદિતિ . ૫
નમોડર્હત્ સિદ્ધાચાર્યોપાધ્યાયસર્વસાધુભ્ય :
રયણ – સિંહાસન જિન થાપીજે,
કુસુમાંજલિ પ્રભુ ચરણે દીજે
કુસુમાંજલિ મેલો શાન્તિ જિણંદા . ૬
દુહા
જિણતિહું કાલયસિદ્ધની, પડીમાં ગુણભંડાર, તસુચરણે કુસુમાંજલિ, ભવિક દુરિત હરનાર . ૭
નમોડર્હત્ સિદ્ધાચાર્યોપાધ્યાયસર્વસાધુભ્ય:
કુસુમાંજલિ – ઢાળ
કૃષ્ણાગુરુ વર ધૂપ ધરીજે,
સુગંધકર કુસુમાંજલિ દીજે,
કુસુમાંજલિ મેલો નેમિ જિણંદા .
ગાથા – આર્યા ગીત
જસુ પરિમલ બલ દહ દિસિ
મહુકર ઝંકાર સત્ સંગીયા
જિણ ચલણોવરિ મુક્કા,
સુરનરકુસુમાંજલિ સિદ્ધા . ૯
નમોડર્હત્ સિદ્ધાચાર્યોપાધ્યાયસર્વસાધુભ્ય :
કુસુમાંજલિ ઢાળ
પાસ જિણેસર જગ જયકારી,
જલથલ ફૂલ ઉદક કરધારી,
કુસુમાંજલિ મેલો પાર્શ્વજીણંદા . ૧૦
દુહા
મૂકે કુસુમાંજલિ સુરા,
વીર ચરણ સુકુમાલ,
તે કુસુમાંજલિ ભવિકનાં,
પાપ હરે ત્રણ કાલ. ૧૧
નમોડર્હત્ સિદ્ધાચાર્યોપાધ્યાયસર્વસાધુભ્ય :
વિવિધ કુસુમ વર જાતિ ગહેવી,
જિનચરણે પણમંત ઠવેવી,
કુસુમાંજલિ મેલો વીર જિણંદા
વસ્તુ – છંદ
ન્હવણકાલે ન્હવણકાલે, દેવદાણવસમુચ્ચિય,
કુસુમાંજલિ તહિ સંઠવિય,
પસરંતદિસિ પરિમલ સુગંધિય
જિણપયકમલે નિવડેઈ વિગ્ધહર
જસ નામ મંતો,
અનંત ચઉવીસ જિન,
વાસવ મલીય અશેસ .
સા કુસુમાંજલિ સુહકરો,
ચઉવિહ સંગ વિશેષ .
કુસુમાંજલિ મેલો ચઉવીસ
જિણંદા . – ૧૩
નમોડર્હત્ સિદ્ધાચાર્યોપાધ્યાયસર્વસાધુભ્ય:
કુસુમાંજલિ – ઢાળ
અનંત ચઉવીસી જિનજી જુહારુ,
વર્તમાન ચઉવીસી સંભારું,
કુસુમાંજલિ મેલો ચોવીસ જિગંદા, ૧૪
દુહા
મહાવિદેહે સંપ્રતિ,
વિરહમાન જિન વીસ
ભક્તિ ભરે તે પૂજિયા,
કરો સંઘ સુજગીશ . ૧૫
નમોડર્હત્ સિદ્ધાચાર્યોપાધ્યાયસર્વસાધુભ્ય:
કુસુમાંજલિ – ઢાળ
અપચ્છરમંડલી ગીત ઉચ્ચારા,
શ્રી શુભવીરવિજય જયકારા
કુસુમાંજલિ મેલો સર્વ જીણંદા . ૧૬
(પછી બધા સ્નાત્રિઓએ પ્રભુના જમણા અંગૂઠે કુસુમાંજલિ મૂકવી .
પછી શ્રી શત્રુંજયના નીચેના દુહા બોલતાં સિંહાસનનીત્રણ પ્રદક્ષિણા ફરતાં ફરતાં પ્રભુસન્મુખત્રણ ખમાસમણાં દઈ જગચિંતામણિ ચૈત્યવંદન શરૂ કરવું .
એ કે કું ડગલું ભરે,
શેત્રુંજય સમો જેહ,
રીખવ કહે ભવ ક્રોડનાં,
કર્મ ખપાવે તેહ . ૧ .
શેત્રુંજય સમો તીરથ નહિ,
રીખવ સમો નહિ દેવ,
ગૌતમ સરખા ગુરુ નહિ,
વળી વળી વંદુ તેહ . ૨.
સિદ્ધાચલ સમરુ સદા,
સોરઠ દેશ મોઝાર,
મનુષ્યજન્મ પામી કરી,
વંદુ વાર હજા૨ . ૩.
ઈચ્છામિ ખમાસમણો,
વંદિઉ જાવણિજજાએ
નિસીહિઆએ મત્થએણ વંદામિ.
(એમ ત્રણ વાર ખમાસમણાં દેવા .)
૧. જગચિંતામણિનું ચૈત્યવંદન
ઇચ્છાકારેણ સંદિંસહ ભગવન,
ચૈત્યવંદન કરુ ઇચ્છ .
જગચિતામણિ જગનાહ, જગગુરુ જગરખ્ખણ, જગબંધવ જગસત્થવાહ જગભાવવિક્ખણ, અઠ્ઠાવયસંઠવિઅ રૂ વ કમ્મઠ્ઠ વિણાસણ, ચઉવીસંપિ જિણવર જયંતુ, અપ્પડિહયસાસણા . ૧
કમ્મભૂમિહિં, કમ્મભૂમિહિં પઢમસંઘયણિ, ઉક્કોસય સત્તરિસય, જિણવરાણ વિહરંત લગ્ભઈ, નવકોડિહિ કેવલિણ, કોડિસહસ્સનવ સાહુ ગમ્મઈ, સંપઈ જિણવર વીસમુણિ બિહું કોડિહિં વ૨નાણ, સમણહ, કોડિસહસ્સદુઅ, થુણિજ્જઈ નિચ્ચ વિહાણિ . ૨
જયઉસામિય જયઉસામિય, રિસહસતુજિ, ઉજિજતિ પહુ. નેમિજિણ,જયઉ વીર સચ્ચ ઉરિ . મંડણ, ભરૂ અચ્છહિં મુણિસુવ્વય મુહરિ પાસ દુહ દુરિઅ ખંડણ અવર વિદેહિ તિત્થયરા, ચિહુદિસિ વિદિસિ જિ કેવિતિઆણાગય –
સંપઈઅ વંદૂ જિણ સવ્વવિ . ૩
સત્તાણવઈ સહસ્સા લખ્ખા છપ્પન્ન અઠ્ઠ – કોડિયો, બત્તિસય બાસિઆઈ, તિઅલોએ ચેઈએ વંદે, પનસ્સ કોડિ સયાઈ કોડિ બાયાલ લખ્ખઅડવન્ના, છત્તીસ સહસ અસિઈ,
સાસયબિબાઈ પણમામિ . ૪
૨. જંકિચિ
જંકિચિ નામ તિર્થં, સગ્યે પાયાલિ માણુસે લોએ, જા ઇં જિણિબિબાઈ, તાઈ સવ્વાઈ વંદામિ. પછી બે હાથ જોડીને .
૩.નમુત્થણં
નમુત્થણે અરિહંતાણં, ભગવંતાણં ૧ આઇગરાણં,
તિત્થયરાણં સયંસંબુદ્વાણં, ૨, પુરિસુત્તમાણ,
પુરિસસીહાણં, પુરિસવરપુંડરીઆણં, પુરિસવરગંધહથ્થાં ૩ . લાગુત્તમાણે, લોગનાહાણે, લોગહિઆણં, 1 લોગપઈવાણ, લોગપજ્જોઅગરાણ, ૪. અભયદયાણં, ચખ્ખુદયાણ, મગ્ગદયાણં, સરણદયાણં, બોહિદયાણં, ૫ . ધમ્મદયાણં, ધમ્મદેસયાણં, ધમ્મનાયગાણં, ધમ્મસારહીણં, ધમ્મવરચારંતચક્કવટ્ટીણં, અપ્પડિહયવરનાણં દંસણધરાણં, વિઅટ્ટછઉમાણં, ૭ . જિણાણંજાવયાણં, તિન્નાણં તારયાણં, બુદ્ધાણં બોહયાણં, મુતાણંમોઅગાણં, ૮ . સવ્વનુણં, સવ્વદરિસીણં, સિવમયલ – મરુઅમણંતમકખય – મવ્વાબાહ – મપુણરાવિત્તિ – સિદ્ધિગઈ – નામધેયં ઠાણે સંપત્તાણં, નમો જિરાણં જિઅભયાણં . ૯ . જેઅ અઈયા સિદ્ધા , જેઅ ભવિસંતિ – ણાગયે કાલે,
સંપઈઅવટ્ટમાણા, સવ્વ તિવિહેણ વંદામિ ৭০
૪. જાવંતિ ચેઈઆઈ
જાવંતિ ચેઈ આઈ ઉઠેઅ અહેઅ, તિરિઅ લોએઅ, સવ્વાઈ9,
તાઈ વંદે ઇહ સંતો તત્થ સંતાઈ.
ઇચ્છામિ ખમાસમણો વંદિઉં જાવણિજ્જાએ, નિસીહિઆએ, મત્થએણ વંદામિ.
૫. જાવંત કેવિસાહુ
જાવંત કેવિ સાહુ, ભરહેરવય મહાવિદેહેઅ, સવ્વુસિંતેસિંપણઓ, તિવિહેણ તિદંડવિયાણં
નમોડર્હત્ સિદ્ધાચાર્યોપાધ્યાયસર્વસાધુભ્ય:
૬. ઉવસંગ્ગહર
ઉવસગ્ગ – હરં પાસં પાસં વંદામિ, કમ્મુ – ઘણ – મુક્કે, વિસહર – વિસ – નિન્નાસં મંગલ કલ્યાણ આવાસં . વિસહર – ફુલિંગ મંત, કંઠે ધારેઈ જો સયા મણુઓ, તસ્સ ગહ – રોગ મારી, દુઠ્ઠ જરા જંતિ ઉવસામં . ચિઠ્ઠઉ દૂરે મંતો, તુજઝ પણામો વિ બહુફલો હોઈ, નર તિરિએસુ વિ જીવા પાવંતિ ન દુખ્ખ દોગચ્ચું . તુહ સમ્મત્તે લબ્ધ, ચિંતામણિ કપ્પપાય વબ્ભહિએ, પાવંતિ અવિગ્ગેણં, જીવા અયરામાં ઠાણં. ઈઅસંથુઓ મહાયસ ! ભત્તિબ્ભર નિભ્ભરેણ, તા દેવ ! દિજ્જ બોહિં, ભવે ભવે પાસ જિણચંદ .
(પછી લલાટ સુધી હાથ જોડી )
૭. જયવીયરાય
જયવીયરાય જગગુરૂ, હોઉ મમં તુહ પભાવઓ ભયવં ભવનિલ્વેઓ મગ્ગાણુસારિયા ઈઠ્ઠફલ સિદ્ધિ .
લોગવિરુદ્ધચ્ચાઓ ગુરુજણપૂઆ પરત્થકરણંચ, સહુ – ગુરુ – જોગો, તવ્વયણ સેવણા આભવ મખંડા
( હાથ નીચા ઉતારી
નાસિકા સુધી રાખવા )
વારિજ્જઈ જઈ વિ નિયાણ – બંધણં વીયરાય ! તુહ સમએ, તહવિ મમ હુજ્જ સેવા, ભવે ભવે તુમ્હ ચલણાણં .
દુક્ ખઓ કમ્મખઓ, સમાહિમરણં ચ બોહિલાભોઅ સંપજ્જઉ મહ એ – અં, તુહ નાહ પણામકરણે -ણં .
સર્વ મંગલ માંગલ્ય, સર્વ કલ્યાણકારણં પ્રધાનં સર્વધર્માણાં, જૈનં જયતિ શાસનમ્.
( પછી સ્નાત્રિયાઓએ હાથ ધૂપી
હાથમાં કળશ લઈ મુખકોશ
બાંધી ઊભા રહેવું . )
દુહો
સયલ જિણેસર પાય નમી,
કલ્યાણક વિધિ તાસ,
વર્ણવતાં સુણતાં થકાં,
સંધની પૂગે આશ .૧
(ઢાળ)
સમકિત ગુણઠાણે પરિણમ્યા,
વળી વ્રતધર સંયમસુખ રમ્યા,
વીશસ્થાનક વિધિએ તપ કરી, એસી ભાવ દયા દિલમાં ધરી . ૧
જો હોવે મુજ શક્તિ ઇસી, સવિ જીવ કરુ સાશનરસી, શુચિરસ ઢલતે તિહાં બાંધતાં, તીર્થ કર નામ નિકાચતાં. ૨
સરાગથી સંયમ આચરી, વચમાં એક દેવનો ભવ કરી, ચ્યવી પન્નર ક્ષેત્રે અવતરે, મધ્ય ખંડે પણ રાજવી કુલે . ૩
પટરાણી કુખે ગુણનીલો, જેમ માનસરોવર હંસલો . સુખ શય્યાએ રજની શેષે, ઊતરતાં ચૌદ સુપન દેખે . ૪
ઢાળ – ચૌદ સ્વપ્નની
પહેલે ગજવર દીઠો,
બીજે વૃષભ પઇઠ્ઠો,
ત્રીજે કેસરી સિહ,
ચોથે લમી અબીહ .
પાંચમે ફૂલની માળા,
છઠ્ઠું ચન્દ્ર વિશાળા,
રવિ રાતો ધ્વજ મ્હોટો,
પૂરણ કળશ નહિ છોટો.
દશમે પદ્મ સરોવર,
અગિયારમે રત્નાકર,
ભુવ વિમાન રત્નગંજી,
અગ્નિશિખા ધુમવજિ.
સ્વપ્ન લહી જઈ રાયને ભાખે .
રાજા અર્થ પ્રકાશે,
પુત્ર તીર્થકર ત્રિભુવન નમશે,
સંકલ મનોરથ ફળશે .
વસ્તુ – છંદ
અવધિ નાણે અવધિ નાણે,
ઉપના જિનરાજ,
જગતજસ પરમાણુઓ,
વીસ્તર્યાવિશ્વજંતુસુખકાર,
મિથ્યાત્વ તારા નિર્બળા,
ધર્મ ઉદય પરભાતસુંદર,
માતા પણ આનંદિયા,
જાગતી ધર્મ વિધાન,
જાણંતી જગતિલક સમો,
હોશે પુત્ર પ્રધાન.
દોહા
શુભ લગ્ને જિન જનમીયા,
નારકીમાં સુખ જ્યોત,
સુખ પામ્યા ત્રિભુવન જના,
હુઓ જગત ઉદ્યોત .
ઢાળ – કડખાની દેશી
સાંભળો કળશ જિન –
મહોત્સવનો ઇહાં,
છપ્પન કુમરી દિશી
વિદિશી આવે તિહાં,
માય સુત નમીય,
આનંદ અધિકો ધરે .
અષ્ટ સંવતૅ વાયુથી કચરો હરે .
વૃષ્ટિ ગંધોદકે, અષ્ટ કુમરી કરે,
અષ્ટ કલશા ભરી, અષ્ટ દર્પણ ધરે,
અષ્ટ ચામર ધરે, અષ્ટ પંખા લહી,
ચાર રક્ષા કરી, ચાર દીપક ગ્રહી .
ધર કરી કેળનાં, માય સુત લાવતી,
ક૨ણ શુચિકર્મ જળ – કળશે વરાવતી,
કુસુમ પૂજી, અલંકાર પહેરાવતી,
રાખડી બાંધી જઈ, શયન પધરાવતી .
નમીય કહે માય તુજ બાળ લીલાવતી,
મેરુ રવિ ચન્દ્ર લગે, જીવજો જગપતિ,
સ્વામી ગુણ ગાવતી, નિજ ઘર જાવતી,
તેણે સમે ઇન્દ્રસિહાસન કંપતી .
ઢાળ – એકવીશાની દેશી
જિન જન્મ્યાજી, જિન વેળા જનની ધરે, તિણ વેળાજી, ઇન્દ્રસિહાસન થરહરે, દાહિણોત્તરજી, જેતા જિન જનમે યદા,
દિશિનાયકજી, સોહમ ઇશાન બિહુ તદા .
ત્રોટક છંદ
(અહીં ઘંટ વગાડવો ) તદા ચિંતે ઇન્દ્ર મનમાં, કોણ અવસર એ બન્યો, જિનજન્મ અવધિનાણે જાણી હર્ષ આનંદ ઊપન્યો . ૧ સુઘોષ આદે ઘંટનાદે, ઘોષણા સુર મેં કરે, સવિ દેવીદેવા જન્મમહોત્સવે આવજો સુરગિરિવરે . ૨
ઢાળ – પૂર્વલી
એમ સાંભળીજી,
સુરવર કોડી આવી મળે,
જન્મ મહોત્સવજી,
કરવા મેરુ ઉપર ચલે,
સોહમપતિજી, બહુ પરિવારે આવિયા .
માય જિનનેજી,
વાંદી પ્રભુને વધાવિયા
(અહીં પ્રભુને ચોખાથી વધાવવા )
ત્રોટક
વધાવી બોલે હે રત્નકુક્ષી, ધારિણી,
તુજ સુતતણો, હું શક્ર સોહમ નામે
કરશું જન્મ મહોત્સવ અતિ ઘણો .
એમ કહી જિન પ્રતિબિંબ થાપી,
પંચરૂપે પ્રભુ ગ્રહી,
દેવદેવી નાચે હર્ષ સાથે,
સુરગિરિ આવ્યા વહી .
ઢાળ – પૂર્વલી
મેરુ ઉ૫૨જી, પાંડુક-વનમેં ચિહું દિશે, શિલા ઉપરજી, સિંહાસન મન ઉલ્લસે, તિહાં બેસીજી, શક્રે જિન ખોળે ધર્યા, હરિ ત્રેસઠજી, બીજા તિહાં આવી મળ્યાં.
ત્રોટક
મળ્યા ચોસઠ સુરપતિ તિહાં,
કરે કળશ અડ જાતિના,
માગધાદિ જળ તીર્થ ઔષધિ .
ધૂપ વળી બહુ ભાતિના,
અચ્ચુતપતિએ હુકમ કીનો,
સાંભળો દેવા સવે,
ક્ષીરજલધિગંગાનીર લાવો
ઝટિતિ જિનજન્મ મહોત્સવે .
ઢાળ – વિવાહલાની દેશી
સુર સાંભળીને સંચરિયા,
માગધ વરદામે ચલિયા,
પદ્મદ્રહ ગંગા આવે,
નિર્મલ જળકળશા ભરાવે .
૧ તીરથ જળ ઔષધિ લેતાં,
વળી ખીરસમુદ્ર જાતા,
જળકળશા બહુલ ભરાવે,
ફૂલ ચંગેરી થાળ લાવે . ૨
સિંહાસન ચામર ધારી,
ધૂપધાણાં રકેબી સારી,
સિદ્ધાંતે ભાખ્યા જેહ,
ઉપકરણ મિલાવે તેહ . ૩
તે દેવા સુરગિરિ આવે,
પ્રભુ દેખી આનંદ પાવે,
કળશાદિક સહુ તિહાં ઠાવે,
ભક્તે પ્રભુના ગુણ ગાવે ૪
ઢાળ – રાગ ધનાસરી
આતમભક્તિ મળ્યા કોઈ દેવા,
કેતા મિત્તનું જાઈ,
નારીપ્રેર્યા વળી નિજ ફુલવટ,
ધર્મી ધર્મસખાઈ,
જોઈસ વ્યંતર ભુવનપતિના
વૈમાનિક સુર આવે .
અચ્ચુતપતિ હુકમે ધરી કળશા,
અરિહાને નવરાવે . આ . ૧
અડજાતિ કળશા પ્રત્યેકે,
આઠ આઠ સહસ પ્રમાણો,
ચઉસઠ સહસ હુઆ અભિષેક,
અઢીસેં ગુણ કરી જાણો,
સાઠ લાખ ઉપર એક કોડી,
કળશાનો અધિકાર,
બાસઠ ઇન્દ્ર તણા તિહાં
બાસઠ લોકપાલના ચાર .
આ . ૨
ચન્દ્રની પંક્તિ છાસઠ છાસઠ,
રવિશ્રેણી નરલોકો,
ગુરુસ્થાનક સુરકેરો એક જ,
સામાનિકનો એ કો,
સોહમપતિ ઈશાનપતિની,
ઇન્દ્રાણીના સોળ,
અસુરની દશ ઇન્દ્રાણી,
નાગની બાર કરે કલ્લોલ . આ . ૩
જ્યોતિષ વ્યંતર ઇન્દ્રની ચઉ ચઉં,
પર્ષદા ત્રણનો એકો,
કટકપતિ અંગરક્ષક કેરો,
એ એ ક સુવિવેકો,
પરચુરણ સુરનો એક છેલ્લો,
એ અઢીસે અભિષેકો,
ઈશાન ઇન્દ્ર કહે મુજ આપો,
પ્રભુને ક્ષણ અતિરેકો . આ ૪
તવ તસ ખોળે ઠરી અરિહાને,
સોહમપતિ મનરંગે,
વૃષભ રૂપ કરી શૃંગ જળ ભરી,
ન્હવણ કરે પ્રભુઅંગે,
પુષ્પાદિક પૂજીને છાંટે,
કરી કેસર રંગ રોળે,
મંગળ દીવો આરતી કરતાં,
સુરવર જય જય બોલે . આ . ૫
ભેરી ભુગલ તાલ બજાવત,
વળિયા જિનકર ધારી,
જનની ઘર માતાને સોંપી
એણી પેરે વચન ઉચ્ચારી,
પુત્રે તમારો, સ્વામી હમારો,
અમ સેવક આધાર,
પંચ ધાવી – રંભાદિક થાપી,
પ્રભુ ખેલાવણ હાર . આ . ૬
બત્રીસ કોડી કનક મણિ માણિક,
વસ્ત્રની વૃષ્ટિ કરાવે,
પૂરણ હર્ષ કરેવા કારણ,
દ્વીપ નંદીસર જાવે,
કરીય અઠ્ઠાઈ ઉત્સવ દેવા,
નિજ નિજ કલ્પ સધાવે .
દીક્ષા કેવલને અભિલાષે,
નિત નિત જિન ગુણ ગાવે . આ . ૭
તપગચ્છ – ઈસર સિંહસૂરીશ્વર,
કેરા શિષ્ય વડેરા,
સત્યવિજય પંન્યાસતણે પદ,
કપૂરવિજય ગંભીરા,
ખિમાવિજય તસ સુજસવિજયના,
શ્રી શુભવિજય સવાયા,
પંડિત વીરવિજય તસ શિષ્યે
જિન જન્મમહોત્સવ ગાયા . આ . ૮
ઉત્કૃષ્ટા એકસો ને સિત્તેર,
સંપ્રતિ વિચરે વીશ,
અતીત અનાગત કાલે અનંતા,
તીર્થકર૨ જગદીશ,
સાધારણ એ કળશ જે
ગાવે શ્રીશુભવીર સવાઈ,
મંગળલીલા સુખભર પાવે .
ઘર ઘર, હર્ષ વધાઈ . ઓ . ૯
અહીં પ્રભુને ચોખાથી વધાવવા .
(અહી કળશથી અભિષેક કરી
પંચામૃતનો પખાલ કરવો .
પછી પુજા કરી, પુષ્પ ચડાવી,
ધૂપ પૂજા, દીપક પુજા, અક્ષત પૂજા,
નૈવેધ પૂજા તથા કૃલ પુજા
એમ અષ્ટ પ્રકારી પૂજા કરવી.
લુણ ઉતારી આરતી તથા
મંગળ દીવો ઉતારવો .
ત્યારબાદ શાંતિકળશ કરી
મોટું ચૈત્યવદન કરવું)
અષ્ટ પ્રકારી પૂજા માટે અહી ક્લિક કરો