Aa Sansar Chhe Asar (Gujarati)

Aa Sansar Chhe Asar (Gujarati)

(રાગ – યહ હૈ પાવન ભૂમિ)

આ સંસાર છે અસાર, વ્યાધિ વેદનાનો નહી પાર.
એ જાણતો પણ જીવડો, ન કરે જિનધર્મ લગાર……..?
ધર્મ આજે કરશું કાલે કરશું, પહેલા પૈસા ભેગા કરશુ.

 

તને ખબર નથી ક્યારે મરશું, તો પણ ફરે બની મસ્તાન…..આ ૨

તું ક્યાંથી અહી આવ્યો છે., તારે પાછા ક્યા જવું છે.

 

તારે ક્યાં સુધી અહીં રહેવુ છે; તને ખબર નથી કોઈ વાત….આ ૩
જેની પાસે બેસી રમતો, વાતો કરતો ને જમતો.

 

તેને લઈ ગયો છે યમ તો, નિશ્ચિંત તું કેમ સૂતો…. આ ૪

રોગ-જરા-મરણ ત્રણ ભૂંડા, તારી પાછળ લાગ્યા ત્રણ ગુંડા

 

તારા શરીરમાં પેસી ઉડા, તને પીડે છે વારંવાર…. આ ૫

દૂરદૂરથી પંખીઓ આવે, એક ઝાડમાં રાત વિતાવે

 

સવાર પડે ને ઉડી જાવે, એમ તારા સંબંધો જણાય… આ ૬

દેવેન્દ્ર ચક્રવર્તીઓના, રાજીઓના ઉત્કૃષ્ટ ભોગો

 

પામ્યો તું અનંતિવાર, તને તૃપ્તી ન થઈ કોઈ વાર…. આ ૭
તલ માત્રનું જે વિષયસુખ, જેનુ પર્વત જેવું મોટુ દુઃખ,

 

ક્રોડો ભવ સુધી ન છોડે, તો તેની પાછળ તું કેમ દોડે…. આ ૮
હવે જીગ્યા ત્યાંથી સવાર, ધર્મઅમૃતપી વારંવાર

 

ત્યજી વિષયો તણા વિકાર, હીર ચિંતામણી તું ન હાર… આ ૯

Related Articles