સત્તરભેદી પૂજા સમીક્ષા
પરમાત્માની ભક્તિ માટે શાસ્ત્રોમાં પંચપ્રકારી, અષ્ટપ્રકારી ચોસઠપ્રકારી,
નવ્વાણું પ્રકારી આદિ પૂજાના વિવિધ
પ્રકારો દર્શાવવામાં આવ્યા છે.
જેમાંની એક સત્તરભેદી પૂજા પણ છે.
પૂ.આત્મારામજી મહારાજે
રચેલી આવી સત્તરભેદી પૂજા
હાલમાં વિશેષ પ્રકારે પ્રચલિત છે.
૧૦૮ કાવ્યોમાં બનેલી
આ પૂજા વિવિધ રાગોથી
યુક્ત અને અદ્દભુત
શબ્દસંયોજનથી અલંકૃત છે.
શ્રીમતી દ્રૌપદી મહાસતીએઆવી ૧૭ભેદી પૂજા કરી હતી
ઈંદ્ર મહારાજા પણઅભિષેક
કર્યા પછી ૧૭ પ્રકારની
સામગ્રી લાવવા આદેશ કરતા હોય છે.
એવો પણ ઉલ્લેખ જોવા મળે છે.
વળી આ દરેક પૂજા આત્માને મોક્ષ સુધી
પહોંચાડે તેવી મહાન સામર્થ્ય યુક્ત છે.
ગુણવર્મારાજાના ૧૭ પુત્રો
આ પૂજાના એક-
એક ભેદને પામીને પ્રભુ
પૂજા કરી મોક્ષમાં ગયા છે.
એવું શાસ્ત્રોમાં વર્ણન આવે છે.
સત્તરપૂજામાં ઉત્તમોત્તમ દ્રવ્યોથી
પરમાત્માની ભક્તિની વાત છે.
પરમાત્માની ભક્તિ જેવો ધનનો બીજો
કોઇ સાચો સદુપયોગ નથી.
આ વાતને બરાબરચિત્તમાં અવધારણ કરીને ઉત્તમ દ્રવ્યોથી
અને ઉત્તમ ભાવથી પરમાત્મા પ્રત્યેના સમર્પણથી અને મોક્ષને પ્રાપ્ત કરી લેવાના
તીવ્રતલસાટથી આ સત્તર પ્રકારોથી પરમાત્માની પૂજા આપણે કરવી છે.
१ प्रક્ષાલ પૂજા
પરમાત્માની પક્ષાલ પૂજાથી
* કામ ક્રોધ અને દુર્મતિ નાશ પામે છે.
* આત્માના પાપ-તાપ-
સંતાપ સહુ નાશ પામે છે.
* જન્મ મરણના, પાપ
પંકના મેલ બધા દૂર થાય
* ધર્મરૂપી કલ્પવૃક્ષના મૂળને
સિંચવા જેવું થાય છે.
* આત્મા અનુભવ રસમાં મગ્ન બની સંસાર સાગર તરી જાય છે.
પ્રક્ષાલ પૂજાની સામગ્રી
દૂધ પાણી-પંચામૃતનો અભિષેક કરવો,
ત્યાર પછી પાટલુંછણું અને ૩ અંગલુંછણા કરવા.
દુહા
સકલ જિણંદ મુણીંદની,
પૂજા સત્તર પ્રકાર,
શ્રાવક શુદ્ધભાવે કરે,
પામે ભવનો પાર. ૧
જ્ઞાતા અંગે દ્રૌપદી,
પૂજે શ્રી જિનરાજ,
રાયપસેણી ઉપાંગમેં,
હિત સુખ શિવફલ તાજ. ૨
ન્હવણ વિલેપન વસ્ત્રયુગ,
વાસ ફૂલ વરમાળ,
વર્ણ ચુન્ન ધ્વજ શોભતી,
રત્નાભરણ રસાળ. ૩
સુમનસ-ગૃહ અતિ શોભતું,
પુષ્કપગર મંગલિક,
ધૂપ ગીત નૃત્ય નાદશું,
કરત મિટે સબ ભીક. ૪
દુહા
શુચિ તનુ વદન વસન ધરી,
ભરે સુગંધ વિશાલ,
કનક કલશ ગંધોદકે,
આણી ભાવ વિશાલ. ૧
નમત પ્રથમ જિનરાજકો,
મુખ બાંધી મુખકોપ,
ભક્તિ યુક્તિર્સે પૂજતાં,
રહે ન રંચક દોપ. ર
પૂજા ઢાળ
રોગ ખમાચ તાલ પંજાબી ઠેકો
માન તું કાહેપે કરતા-એ દેશી
માન મદ મનસે પરિહરતા,
કરી ન્હવણ જગદીશ. મા૦
સમક્તિની કરણી દુઃખ હરણી,
જિન પખાલ મનમેં ધરતા,
અંગ ઉપાંગ જિનેશ્વર ભાખી,
પાપ પડલ ઝરતા. ક૦૧
કંચન કળશ ભરી અતિ સુંદર,
પ્રભુસ્નાન ભવિજન કરતા,
નરક વૈતરણી કુમતિ નાસે,
મહાનંદ પદ વરતા. ક૦૨
કામ ક્રોધકી તપત મિટાવે,
મુક્તિપંથ સુખ પગ ધરતા,
ધર્મ કલ્પતરૂ કંદ સીંચત,
અમૃતઘન ઝરતા. ક૦૩
જન્મ મરણકા પંક પખાલી,
પુણ્યદશા ઉદયે કરતા,
મંજરી સંપદ્દ તરૂ વર્ધનકી,
અક્ષય નિધિ ભરતા. ક૦૪
મનકી તપત મિટી સબ મેરી,
પદકજ ધ્યાન હદે ધરતા,
આતમ અનુભવ રસમેં ભીનો,
ભવસમુદ્ર તરતા.ક૦૫
કાવ્ય તથા મંત્ર
शचीपतिः सप्तदशप्रकारै-
भृत्यामरैः संघटितोपहारैः ।
स्वगांगना सक्रमगायिनीष,
पूजां प्रभोः पार्श्वजिनस्य चक्रे ।। १
पुरंदरः पूरितहेमकुंभै-
रदंभमंभोभिरलं सुगंधैः ।
साकं सरौधैः स्नपनेन सम्यक्
पूजां जिनेंद्रोः प्रथमां चकार ।। २
ૐ ह्रीं श्रीं પરમેપુરૂષાય, પરમેશ્વરાય,
જન્મજરામૃત્યુનિવારણાય
શ્રીમતે જિનેન્દ્રાય જલં યજામહે સ્વાહા.
૨ વિલેપન પૂજા
પ્રભુને વિલેપન પૂજા કરવાથી
* સર્વ પાપોનો નાશ થાય છે.
* ચિત્તમાં સુખ શાંતિ
અને સમાધિ પ્રગટે છે.
* ચિદાનંદનું સુખ પ્રાપ્ત થાય છે.
* પોતાના શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ થાય છે.
વિલેપન પૂજાની સામગ્રી
બરાસથી વિલેપન કરી વરખ આદિની આંગી કરી કેસર દ્વારા નવ અંગે પરમાત્માની પૂજા કરવી.
દુહા
ગાત્ર લૂહી મન રંગશું,
મહકે અતિ હી સુવાસ,
ગંધકાષાયી વસનશું,
સકલ ફળે મન આશ. ૧
ચંદન મૃગમદ કુંકુમે,
ભેળી માંહે બરાસ,
રત્નજડિત કચોલિયે,
કરી કુમતિનો નાશ. २
પગ જાનુ કર ખંધમેં,
મસ્તક જિનવર અંગ,
ભાલ કંઠ ઉર ઉદરમેં,
કરે તિલક અતિ ચંગ. ૩
પૂજક જન નિજ અંગમેં,
રચે તિલક શુભ ચાર,
ભાલ કંઠ ઉર ઉદરમેં,
તપત મિટાવનહાર. ૪
પૂજા ઢાળ
ઠુમરિ-તાલ પંજાબી ઠેકો
મધુવનમેં મેરે સાવરિયાં-એ દેશી,
કરી વિલેપન જિનવર અંગે,
જન્મ સફલ ભવિજન માને. કરી૦૧.
મૃગમદ ચંદન કુંકુમ ઘોળી,
નવ અંગે તિલક કરી થાને. કરી૦
ચક્રી નવ નિધિ સંપદ પ્રગટે,
કરમ ભરમ સબ ક્ષય જાને. કરી૦२
મન તનુ શીતળ સબ અપ ટાળી, જિનભક્તિ મન તનુ ઠાને. કરી૦
ચોસઠ સુરપતિ સુરગિરિ રંગે, કરી વિલેપન ધન માને. કરી૦૩
જાગી ભાગ્યદશા અબ મેરી, જિનવર વચન હૃદે ઠાહની. કરી૦
કરી૦ પરમ શિશિરતા પ્રભુ તન કરતાં, ચિસુખ અધિકે પ્રગટાને. કરી૦ ૪
આત્માનંદી જિનવર પૂજી,
શુદ્ધ સ્વરૂપ નિજ ઘટ આને. કરી૦પ
કાવ્ય તથા મંત્ર
अंग प्रमृज्यांग सुगंध गंध,
काषायिकैनेष पटेन चेन्द्रः ।
विलेपनेः केसर चंदनाद्यैः, पूजा जिनेन्दोरकरोद् द्वितीयाम् ।।
ૐ ह्रीं પરમપુરુષાય, પરમેશ્વરાય જન્મજરામૃત્યુનિવારણાય
શ્રીમતે જિનેન્દ્રાય ચંદન યજામહે સ્વાહા.
૩ વસ્ત્રયુગલ પૂજા
પરમાત્માને વસ્ત્રયુગલ અર્પણ કરવાથી
* મનમા પ્રશસ્ત ભાવો પેદા થાય છે.
* કર્મકલંકનો નાશ થાય,
કઠોર કર્મો નાશ પામે છે.
* તેથી આત્મા પરથી મોહનું
સામ્રાજ્ય દૂર થાય છે.
* આત્માસ્વરૂપની પ્રાપ્તિ થાય છે.
* આત્મા અજર અમર પદને પામે છે.
વસ્ત્રયુગલ પૂજાની સામગ્રી
બે નવા અગછુંછણાં
પર સ્વસ્તિકનું આલેખન
કરી પ્રભુના અંગે ચઢાવી
પ્રભુની બાજુમાં સ્થાપવા.
સુંદર રેશમી જરીયન વસ્ત્રોથી પરમાત્માને આંગી પણ કરી શકાય.
દુહા
વસન યુગલ અતિ ઊજલે, નિર્મલ અતિ હી અભંગ, નેત્રયુગલ સૂરિ કહે.
યહી માતાંતર સંગ. ૧
કોમળ ચંદન ચરચિયે, કનક ખચિત વરચંગ, હયપલ્લવ શુચિ પ્રભુ શિરે, પહેરાવે મન રંગ. ર
દ્રૌપદી શક્ર સૂરયાભ તે, પૂજે જિમ જિનચંદ, શ્રાવક તિમ પૂજન કરે,
પ્રગટે પરમાનંદ. ૩
પાયલૂહણ અંગલૂહણાં, દીજે પૂજન કાજ, સકલ કરમ મલ ક્ષય કર,
પામે અવિચળ રાજ. ૪
પૂજા ઢાળ
રાગ દેશ સોરઠો-પંજાબી ઠેકો
કુબજાને જાદુ ડારા-એ દેશી
જિનદર્શન મોહનગારા જિને
પાપ કલંક પખારા. જિન.
પૂજા વસ્ત્રયુગલ શુચિ
સંગે ભાવના વનમેં વિચારા,
નિશ્ચય વ્યવહારી તુમ
ધર્મે, વરનું આનંદકારા.
જ્ઞાન ક્રિયા શુદ્ધ અનુભવ
રંગે, કરું વિવેચન સારા,
સ્વપર સત્તા ઘરૂં હરું
સબ, કર્મ કલંક પહારા.
કેવલ યુગલ વસન અર્ચિતસેં,
માંગત હું નિરધારા,
કલ્પતરૂ તું વંછિત પૂરે, ચૂરે કરમ કઠારા.
ભવોદધિતારણ પોત મિલા
તું, ચિદ્દન મંગલકારા,
શ્રીજિનચંદ જિનેશ્વર મેરે,
ચરણશરણ તુમ ધારા.
અજર અમર અજ અલખ નિરંજન, ભંજન કરમ પહારા,
આત્માનંદી પાનનિકંદી,
જીવન પ્રાણ આધારા. જિ૦
કાવ્ય તથા મંત્ર
व्यूतं शशांकस्य मरीचिभिः किं, दिव्यांशुकद्वंद्वमतीव चारु ।
युक्त्या निवेश्योभय पार्श्वमिन्द्रः, पूजां जिनेंदोरकरोत् तृतीयाम् ।।
ૐ ह्रीं श्रीं પરમપુરુષાય, પરમેશ્વરાય, જન્મજરામૃત્યુનિવારણાય
શ્રીમતે જિનેન્દ્રાય ચક્ષુ (વસ્ત્ર)
યુગલ યજામહે સ્વાહા.
૪ ગંધ પૂજા
સુગંધિત વાસચૂર્ણથી પૂજા કરવાથી
*દોષો દુર્બુદ્ધિ રૂપ દુર્ગંધ દૂર ટળે છે.
*પુદ્ગલની, ભૌતિક પદાર્થોની
આસક્તિ દૂર થાય છે.
*આત્મગુણો ખીલી ઉઠે, પ્રગટ થાય છે.
*મિથ્યાત્વ રૂપ ભ્રમ દૂર ટળે છે.
સમકિતથી આત્મા સુવાસિત બને છે.
ગંધ પુજાની સામગ્રી
સૂકા ભરાસનું ચૂર્ણ,
ઉત્તમ વાસક્ષેપનો પરમાત્માના અંગે
તથા આજુબાજુ છંટકાવ કરવો.
દુહા
ચોથી પૂજા વાસકી, વાસિત ચેતનરૂપ,
કુમતિ કુગંધી મિટી ગઈ,
પ્રગટે આતમરૂપ. १
સુમતિ અતિ હર્ષિત હુઇ,
લાગી અનુભવ વાસ,
વાસ સુગંધે પૂજતા,
મોહ સુભટકો નાસ. ૨
કુંકુમ ચંદન મૃગમદા, કુસુમ ચૂર્ણ ઘનસાર,
જિનવર અંગે પૂજતાં,
લહિયે લાભ અપાર. ૩
પૂજા ઢાળ
રાગ જંગલો-તાલ પંજાબી ઠેકો અબ મોહે ડાગરિયા-એ દેશી
અભ મોહે પાર ઉતાર, જિનંદજી,
અબ મોહે પાર ઉતાર,
ચિદાનંદ વન અંતરજામી,
અબ મોહે પાર ઉતાર, જિનદજી અબ૦
વાસખેપસેં પૂજા કરતાં,
જનમ મરણ દુઃખટાર,
જિ૦ નિજગુણ ગંધ સુગંધી મહકે,
દહે કુમતિ મદ માર. જિન૦૧
જિન પૂજત હી મન અતિ રંગે,
ભંગે ભરમ અપાર,
જિ૦ પુદ્ગલ સંગી દુર્ગંધ નાઠો,
વરતે જયજયકાર. જિન૦૨
કુંકુમ ચંદન મૃગમદ ભેલી,
કુસુમ ગંધ ઘનસાર,
જિ૦ જિનવર પૂજન રંગે રાચે,
કુમતિ સંગ સભ છાર. જિન૦૩
વિજય દેવતા જિનવર પૂજે,
જીવાભિગમ મોઝાર,
જિ૦ શ્રાવક તિમ જિન વાસે પૂજે, ગૃહસ્થધર્મકો સાર. જિન૦ ૪
સમક્તિકી કરણી શુભ વરણી,
જિન ગણધર હિતકાર,
જિ૦ આતમ અનુભવ રંગરંગીલા,
વાસ યજનકા સાર. જિન૦પ
કાવ્ય તથા મંત્ર
कर्पूर-सौरभ्य-विलासी-वासैः श्रीखंडवासैः किल वासवोऽथ ।
विभासुर श्री जिनभास्करेंद्रोः पूजां जिनेंदोरकरोच्चतर्थीम् ।।
ૐ ह्रीं श्रीं પરમપુરુષાય, પરમેશ્વરાય જન્મજરામૃત્યુનિવારણાય
શ્રીમતે જિનેન્દ્રાય સુગંધ
યજામહે સ્વાહા.
૫ पुष्पारोहण પૂજા
* ફૂલને જોતાં જેમ મન પ્રસન્ન
થાય તેમ પરમાત્માના
દર્શન થતાં જ ચિત્ત પ્રસન્નતા અનુભવે.
* જડતા દૂર થાય.
* બહિરાત્મભાવ દૂર થાય.
* વિકસિત પુષ્પોથી પૂજા કરવાથી મારા
પણ તથાભવ્યત્વનો વિકાસ થાઓ.
* પાંચ અંતરાય દૂર કરી
આત્મા પંચમગતિને પામે.
પુષ્પાપરોહણ પૂજાની સામગ્રી
સુગંધી, વિકસિત, તાજા મનોહર ફૂલો પરમાત્માના ચરણે, કરકમલમાં તથા મસ્તક પર ચડાવવાં.
દુહા
મન વિકસે જિન દેખતાં, વિકસિત ફૂલ અપાર, જિનપૂજા એ પાંચમી,
પંચમી ગતિ દાતાર. ૧
પંચવરણકે ફૂલસેં, પૂજે ત્રિભુવન નાથ, પંચ વિઘન ભવિ ક્ષય કરી,
સાથે શિવપુર સાથ. २
પૂજા ઢાળ
રાગ કહેરબા-તાલ ઠુમરી – પાસ જિનંદા પ્રભુ ,મેરે મન વસિયા-એ દેશી
અર્હન્ જિણંદા પ્રભુ મેરે મન
વસિયા – (એ આંકણી)
મોગર લાલ ગુલાબ માલતી, ચંપક કેતકી નિરખ હરસિયા. અ૦૧
કુંદ પ્રિયંગુ વેલિ મચકુંદા,
બોલસિરિ જાઈ અધિક દરસિયા. અ૦ર
જલ થલ કુસુમ સુગંધી મહકે,
જિનવરપૂજન જિમ હરિ રસિયા. અ૦૩
પંચબાણ પીડે નહિ મુઝકો,
જબ પ્રભુ ચરણે બરસિયા. અ૦૪
જડતા દૂર ગઇ સબ મેરી,
પંચ આવરણ ઉખાર ધરસિયા. અ.પ
અવર દેવકો આક ધત્તુરા,
તુમરે પંચરંગ ફૂલ વરસિયા. અ૦૬
જિન ચરણે સહુ તપત મિટત હૈ,
આતમ અનુભવ મેઘ વરસિયા. અ૦ ૭
કાવ્ય તથા મંત્ર
मंदार कल्पद्रुम-पारिजात-
जातैरलि-व्रात-कृतानुपातैः ।
पुष्पैः प्रभोरग्रथितैर्नवांग-पूजां
प्रतेने किल पंचमी सः ।।
ૐ ह्रीं श्रीं પરમપુરુષાય, પરમેશ્વરાય જન્મજરામૃત્યુનિવારણાય
શ્રીમતે જિનેન્દ્રાય પુષ્પ યજામહે સ્વાહા.
૬ પુષ્પમાલ પૂજા
* પંચવર્ણના સુંદર તાજા સુગંધિત પુષ્પોની માળા પરમાત્માને
ચડાવવાથી આત્માના દુઃખો નાશ પામે, મંગળની પ્રાપ્તિ થાય છે.
* વિઘ્નો નાશ પામે છે.
*કુમતિ-દુર્ગતિનો ફંદ દૂર ટળે છે.
* પુષ્પમાળા જાણે પરમાત્માના
ગુણોની માળા છે તેવું
વિચારવાથી આત્મગુણો પ્રગટે છે. *પૂર્ણાનંદ પ્રાપ્ત થાય છે.
પુષ્પમાલા પૂજા
પરમાત્માના કંઠે સુંદર પંચવર્ણના વિવિધ રંગના સુગંધિત પુષ્પોની માળા ચડાવવી.
દુહા
છઠ્ઠી પૂજા જિનતણી, ગૂંથી કુસુમની માલ, જિન કંઠે થાપી કરી,
ટાળિયે દુઃખ જંજાલ. १
પંચવરણ કુસુમે કરી, ગૂંથી જિન ગુણ માલ, વરમાલા એ મુક્તિકી,
વરે ભક્ત સુવિશાલ. ૨
પૂજા ઢાળ
રાગ જંગલો – તાલ દીપચંદી– પાર્શ્વનાથ જપત હે જો જન, કરમ ન આવે
તો કને રે-એ દેશી
કુસુમ માલસેં જે જિન પૂજે,
કર્મકલંક નાસે ભવિ તેરે, કુo
નાગ પુન્નાગ પ્રિયંગુ કેતકી,
ચંપક દમનક કુસુમ ઘને રે,
મલ્લિકા નવમલ્લિકા શુદ્ધ જાતિ, તિલક વસંતિક સબ રંગ હેરે રે. કુ૦૧
કલ્પ અશોક બકુલ મગદંતી,
પાડલ મરૂક માલતી લે રે,
ગૂંથી પંચવરણકી માલા,
પાપપંક સબ દૂર કરે રે. કુ०२
ભાવ વિચારી નિજ ગુણ માલા,
પ્રભુસેં આગે અરજ કરે રે,
સર્વ મંગલકી માલા રોપે, વિઘન સકલ સબ સાથ જરે રે. કુ૦૩
આત્માનંદી જગગુરૂ પૂજી,
કુમતિ હંદ સબ દૂર ભગે રે,
પૂરણ પુન્યે જિનવર પૂજે,
આનંદરૂપ અનુપ જગે રે. કુ०४
કાવ્ય તથા મંત્ર
तैरेव पुष्पैर्विरचय्य मालां, सौरभ्यलोभभ्रति भृंगमालाम् ।
आरोपपन्नाकपतिर्जिनांगे,
पूजां पटिष्ठीं कुरुते स्म षष्ठीम् ।।
ૐ ह्रीं श्रीं પરમપુરુષાય, પરમેશ્વરાય જન્મજરામૃત્યુનિવારણાય
શ્રીમતે જિનેન્દ્રાય પુષ્પમાલં
યજામહે સ્વાહા.
૭ અંગરચના પૂજા
* સુંદર પુષ્પોથી કરાતી અંગરચના રૂપ પૂજા તે તો મુક્તિવધૂને
વરવા માટે આમંત્રણ
પત્રિકા સમાન કહી છે
* પુદગલની ભૌતિક પદાર્થોની
આસક્તિ તૂટે છે.
* સમ્યગ્દર્શન અને સમ્યગજ્ઞાન રૂપ બની આત્મા પૂર્ણાનંદ પદને પ્રાપ્ત કરે છે.
અંગરચના પૂજાની સામગ્રી
સુંદર, વિકસિત, તાજા મનોહર પાંચવર્ણનના કૂલોથી
પરમાત્માની સુંદર અંગરચના
કરવી, આંગી કરવી.
દુહા
પાંચ વરણકે ફૂલકી, પૂજા સાતમી માન, પ્રભુ અંગે રચી, લહીએ કેવલજ્ઞાન. ૧
મુક્તિવધૂકી પત્રિકા, વરણી શ્રી જિનદેવ, સુધી તત્ત્વ સમજે સહી,
મૂઢ ન જાણે ભેવ. ૨
પૂજા ઢાળ
તુમ દીનકે નાથ દયાલ લાલ-એ દેશી
તુમ ચિદ્ધનચંદ આનંદ લાલ,
તોરે દર્શનકી બલિહારી. તુમ૦૧
પંચવરણ ફૂલોંસેં અગિયા,
વિકસે જ્યુ કેસર ક્યારી. તુમ૦ર
કુંદ ગુલાબ મરૂક અરવિંદો,
ચંપક જાતિ મદારી. તુમ૦૩
સોવન જાતિ દમનક સોહે,
મન તનુ તજિત વિકારી. તુમ૦૪
અલખનિરંજન જ્યોતિ પ્રકારો,
પુદ્ગલસંગ નિવારી. તુમ૦પ
સમ્યગ્દર્શન જ્ઞાન સ્વરૂપી,
પૂર્ણાનંદ વિહારી. તુમ૦૬
આતમ સત્તા જબ હી પ્રગટે,
તબ હી લહે ભવ પારી. તુમ૦૭
કાવ્ય તથા મંત્ર
मंदाकिनींदीवर-पीवरश्री-
रक्तोत्पलै चंपकापटलाधैः ।
कुर्वन् प्रभोर्वर्णकवर्ण्यशोभां,
पूजां प्रतेने किल सप्तमीं सः ।।
ૐ ह्रीं श्रीं પરમપુરુષાય, પરમેશ્વરાય જન્મજરામૃત્યુનિવારણાય
શ્રીમતે જિનેન્દ્રાય કુસુમઆંગીરચનાં યજામહે સ્વાહા.
૮ ચૂર્ણપૂજા
પરમાત્માની ચૂર્ણપૂજા કરવાથી
*આઠ કર્મોનો ભૂક્કો થાય છે,
નાશ થાય છે.
*તત્વરમણતા પ્રાપ્ત થાય છે.
*તીર્થંકર પદની પ્રાપ્તિ થાય છે.
* આત્માના સ્વાભાવિક આનંદની
પ્રાપ્તિ થાય છે.
ચૂર્ણપૂજાની સામગ્રી
કપૂર, બરાસ, કસ્તૂરી, અંબર,
ગોરોચન, વાસક્ષેપ વગેરેના
સંગંધિત ચૂર્ણથી પ્રભુજીને પૂજા કરવી અને આજુબાજુ છંટકાવ કરવો.
કુદરતી અત્તરવાળું રૂ પ્રભુજીના મુખને સ્પર્શી તેમનાં ચરણ પાસે સ્થાપિત કરવું.
દુહા
જિનપતિ પૂજા આઠમી,
અગર ભલા ઘનસાર,
સેલારસ મૃગમદ કરી,
ચૂરણ કરી અપાર. ૧
ચુન્નારોહણ પૂજના,
સુમતિ મન આનંદ,
કુમતિ જન ખીજે અતિ,
ભાગ્યહીન મત્તિમંદ. ર
પૂજા ઢાળ
રાગ જોગિયો
નાથ મુને છોડકે, ગઢ ગિરનાર
તું ગયોરી – એ દેશી
કરમ કલંક દધોરી,
નાથ જિન પૂજકે, (એ આંકણી)
અગર સેલારસ મૃગમદ ચૂરી,
અતિ ઘનસાર મધોરી. નાથ૦૧
તીર્થંકર પદ શાંતિ જિનેશ્વર,
જિન પૂજીને ગ્રહ્યોરી. નાથ૦ર
અષ્ટકરમ દલ ઉદ્ભટચૂરી,
તત્ત્વરણકો લહ્યોરી. નાથ૦૩
આઠોં હી પ્રવચન પાલન શૂરી,
દ્રષ્ટિ આઠ લહ્યોરી. નાથ૦૪
શ્રદ્ધા ભાસન રમણતા પ્રગટે,
શ્રી જિનરાજ ક્યોરી.નાથ૦પ
આતમ સહજાનંદ હમારા,
આઠમી પૂજા ચહ્યોરી. નાથ૦૬
કાવ્ય તથા મંત્ર
दंभोलिपाणिः परिमृद्य सद्यः कर्पूरफालीर्बहुभक्तिशाली।
चूर्ण मुखे न्यस्य जिनस्य पूर्ण
चक्रेऽष्टमं पूजनमिष्टहेतुः ।।
ૐ ह्रीं श्रीं પરમપુરુષાય, પરમેશ્વરાય જન્મજરામૃત્યુનિવારણાય
શ્રીમતે જિનેન્દ્રાય ચૂર્ણ યજામહે સ્વાહા.
૯ ધ્વજપૂજા
* ઉંચા આકાશમાં ફરકતો ધ્વજ જાણે એમ સૂચવે છે કે ત્રણ
જગતમાં નાથ કોઇ હોય તો માત્ર શ્રી તીર્થંકર પરમાત્મા જ છે.
તેથી ફરકતો ધ્વજ જાણે
આહ્વાહન કરે છે કે,
શાશ્વત સુખ જોઇતું હોય તો આ પરમાત્માનું શરણું લો.
* ઉંચો ધ્વજ ચડાવવાથી આત્મા ઉત્તુંગ
એટલે કે સર્વોચ્ચપદને,
મુક્તિપદને પામે છે.
* ભવભવના ફંદ તૂટે અને આત્મા ચિંદાનંદને પામે છે.
ધ્વજપૂજાની સામગ્રી
પ્રભુજીના સિંહાસન પાસે ઉભેલી
વ્યક્તિ સિંહાસન પર
સુંદર અષ્ટમંગલાદિના આલેખનથી
યુક્ત ધૂધરીથી શોભતો
ધ્વજ આરોપિત કરે.
અન્ય ભક્તો ધ્વજ ચડાવવાના
પ્રતિક રૂપે પરમાત્માના
ચરણો પાસે ધ્વજ મૂકે.
દુહા
પંચવરણ ધ્વજ શોભતી,
ઘૂઘરીકો ઘમકાર,
હેમદંડ મન મોહની,
લઘુ પતાકા સાર. १
રણઝણ કરતી નાચતી,
શોભિત જિનઘર શૃંગ,
લહકે પવન ઝકોરસે,
બાજત નાદ અભંગ. ૨
ઇંદ્રાણી મસ્તક લઇ,
કરે પ્રદક્ષિણા સાર,
સધવા તિમ વિધિ સાચવે,
પાપ નિવારણ હાર. ૩
પૂજા ઢાળ
રાગ ઠુમરી ઝીંટીની તાલ પંજાબી ઠેકો,
આઈ ઇંદ્રનાર – એ દેશી
આઈ સુંદર નાર,
કર કર સિંગાર,
ઠાડી ચૈત્ય દ્વાર,
મન મોદ ધાર,
પ્રભુ વિચાર,
અઘ સબ ક્ષય કીનો. આઈ ૦૧
જોજન ઉત્તુંગ અતિ સહસ ચંગ,
ગઈ ગગન લંઘ,
ભવિ હરખ સંગ,
સબ જગ ઉત્તુંગ,
પદ છિનકમેં લીનો. આઈ૦ર
જિમ ધ્વજ ઉત્તુંગ,
તિમ પદ અભંગ,
જિનભક્તિ રંગ,
ભવિ મુક્તિ મંગ,
ચિદ્ઘનઆનંદ,
સમતારસ ભીનો. આઈ૦૩
અબ તાર નાથ,
મુઝ કર સનાથ,
તજ્યો કુગુરુ સાથ,
મુઝ પકડ હાથ,
દીનોકે નાથ,
જિનવચન રસ પીનો. આઈ૦૪
આતમ આનંદ,
તુમ ચરણ વંદ,
સબ કટત કંદ,
ભયો શિશિર ચંદ,
જિન પઠિત છંદ,
ધ્વજ પૂજન કીનો. આઈ૦૫
કાવ્ય તથા મંત્ર
पुलोमजा-मौलि-निवेशनेन, प्रदक्षिणीकृत्य जिनालयं तं ।
महाध्वजं कीर्तिमिव प्रतत्य, पूजामकार्षीत्रवर्मी बिडौजाः ।।
ૐ ह्रीं श्रीं પરમપુરુષાય, પરમેશ્વરાય જન્મજરામૃત્યુનિવારણાય
શ્રીમતે જિનેન્દ્રાય ધ્વજ યજામહે સ્વાહા.
૧૦ આભરણ પૂજા
* શ્રી તીર્થંકર પરમાત્મા આ જગતના એક અલૌકિક આભૂપણ રૂપ છે.
પરમાત્માને આભૂપણ ધરનાર, ચડાવનારભાગ્યશાળી શાળી શુદ્ધ
ભાવોની વૃધ્ધિ દ્વારા સકલકર્મોનો નાશ કરી મંગલને-કલ્યાણને પ્રાપ્ત કરે છે.
* પરમાત્માને વિભૂષિત કરનાર આત્મા પોતે પણ ગુણોથી વિભૂષિત બને છે.
આભરણપૂજાની સામગ્રી :-
પરમાત્માને ઉત્તમ મોતીની માળા, સુવર્ણની માળા, કુંડળ,
મુગટ, બાજુબંધ કે તિલક વગેરે
ચડાવવા, પરમાત્માને કંઠલો
પણ ચડાવી શકાય. હીરા, મોતી, સુવર્ણના આભૂષણો યથાશક્તિ ચડાવવા.
પરંતુ ખોટા દાગીના કે નકલી હીરા કે સ્ટોનના દાગીના ચડાવવા નહીં.
દુહા
શોભિત જિનવર મસ્તકે,
રયણ મુકુટ ઝલકંત,
ભાલ તિલક અંગદ ભુજા,
કુંડલ અતિ ચમકંત. ૧
સુરપતિ જિન અંગે રચે,
રત્નાભરણ વિશાળ,
તિમ શ્રાવક પૂજા કરે,
કટે કરમ જંજાળ. २
પૂજા ઢાળ
રાગ જંગલો, તાલ દાદરો –
અંગ્રેજી બાજેકી ચાલ
આનંદ કંદ પૂજતાં,
જિનંદ ચંદ હું.
(એ આંકણી)
મોતી જ્યોતિ લાલ હીર, હંસ અંક જ્યું, કુંડલ સુધાર કરણ મુકુટ ધાર તું. આ૦ ૧
સૂર ચંદ કુંડલે,
શોભિત કાન દુ,
અંગદ કંઠ કંઠલો,
મુનીંદ તાર તું. આ૦ ૨
ભાલ તિલક ચંગ રંગ,
ખંગ ચંગ જ્યું,
ચમક દમક નંદની,
કંદર્પજિત તું. આ૦ ૩
વ્યવહાર ભાષ્ય ભાખિયો,
જિનદબિંબ યું,
કરે સિંગાર કાર કર્મ જાર જાર તું. ૪
વૃદ્ધિ ભાવ આતમા, ઉમંગકાર તું,
નિમિત્ત શુદ્ધ ભાવકા, પિયાર કાર તુ. ૫
કાવ્ય તથા મંત્ર
मुक्तावली-कुंडल-बाहुरक्ष-कोटीर-मुख्याभरणावलीनाम् ।
प्रभोर्यथास्थान निवेशनेन-पूजामकार्षीदशमी बिडौजाः ।।
ૐ ह्रीं श्रीं પરમપુરુષાય, પરમેશ્વરાય જન્મજરામૃત્યુનિવારણાય
શ્રીમતે જિનેન્દ્રાય આભરણ
યજામહે સ્વાહા.
૧૧ પુષ્પગૃહપૂજા
સુંદર સુગંધી વિવિધ રંગના પુષ્પોના વાર્ટિકાગૃહમાં પરમાત્માને
પધરાવે તે ભાગ્યશાળી પોતાના કામ વિકાર આદિ દોષાનો
નાશ કરીને શિવપદને પ્રાપ્ત કરે છે.
પુષ્પગૃહપૂજાની સામગ્રી :-
સુંદર સુગંધી ફૂલોનાં છત્ર બનાવી પરમાત્માના મસ્તકની
ઉપર બાંધવું. પ્રભુજીની આગળ
લીલાં પાન તથા સુંદર
પુષ્પોની આગળ લીલાં પાન
તથા સુંદર પુષ્પોની શ્રેણી કરવી.
સિહાસનને ફૂલોની જાળથી
શોભાવવું. પરમાત્માની
પાછળ ફૂલોથી શણગાર કરવો,
લળીઓ બાંધવી.
દુહા
પુષ્પથરો મન રંજનો, ફૂલે અદ્દભૂત ફૂલ, મહકે પરિમલ વાસના, રહકે મંગલમૂલ. १
શોભિત જિનવર બિચમેં,
જિમ તારામે ચંદ,
ભવિ ચકોર મન મોદર્સે,
નીરખી લહે આનંદ. ૨
પૂજા ઢાળ
રાગ ખમાચ-તાલ પંજાબી ઠેકો, શાંતિ વદનકજ દેખ નયન એ દેશી
ચંદબદન જિન દેખ નયન મન,
અમીરસ ભીનો રે. (એ આંકણી)
રાય બેલ નવ મલ્લિકા કુંદ,
મોગર તિલક જાતિ મચકુંદ,
કેતકી દમનક સરસ રંગ,
ચંપક રસ ભીનો રે. ચં૦૧
ઇત્યાદિક શુભ ફૂલ રસાળ,
ઘર વિરચે મનરંજન લાલ,
જાલી ઝરોખા ચિતરી શાલ,
સુર મડપ કીનોરે. ચં૦૨
ગુચ્છ ઝુમખાં લંબા સાર,
ચંદ્રુઆ તોરણ મનોહાર,
ઇંદ્રભુવનકો રંગધાર,
ભવ પાતક છીનો રે. ચં૦૩
કુસુમાયુધકે મારણ કાજ,
ફૂલઘરે થાપે જિનરાજ,
જિમ લહિયે શિવપુરકો રાજ,
સબ પાતક ખીનો રે. ચં૦૪
આતમ અનુભવ રસમેં રંગ,
કારણ કારજ સમજ તું ચંગ,
દૂર કરો તુમ કુગુરુસંગ,
નરભવ ફલ લીનો રે. ચં૦૫
કાવ્ય તથા મંત્ર
पष्यावलीभिः परितो वितत्य, पुरंदरः पुरंदरः पुष्पगृहं मनोज्ञम् ।
पुष्पायुधाजेय जयेति जल्पन्, ओकादशीमातनुते स्य पूजाम् ।।
ૐ ह्रीं श्रीं પરમપુરુષાય, પરમેશ્વરાય જન્મજરામૃત્યુનિવારણાય
શ્રીમતે જિનેન્દ્રાય પુષ્પગૃહં
યજામહે સ્વાહા.
૧ર પુષ્પવર્ષણ પૂજા
* સુરપુષ્પવૃષ્ટિ-પરમાત્માના
આ અતિશયના
કિંચિત અનુસરણરૂપે આ પૂજાછે.
પરમાત્મા પર સુગંધી, સુંદર, તાજાં
ખીલેલા પુષ્પોથી વૃષ્ટિ
કરનાર ભાગ્યશાળીના
અશુભ કર્મોના ઢગ ના
ઢગ નાશ પામે છે.
* મિથ્યાત્વ-અજ્ઞાન રૂપ
અધંકાર નાશ પામે છે.
* જગતના જીવો આનંદ-
હર્ષનો અનુભવ કરે છે.
* આત્મા નિર્મળ ભાવ વડે
સર્વ અશુભ અમંગલને દૂર
કરી સર્વમંગલ રૂપ સિધ્ધિ
પદને પ્રાપ્ત કરે છે
પુષ્પવૃષ્ટિ પૂજાની સામગ્રી :-
પ્રભુ સમક્ષ અગ્રભાગમાં
ઉંચેથી સુંદર સુગંધી તાજાં
વિકસ્વર ફૂલોની વૃષ્ટિ કરવી,
જેથી ફૂલોનો ઢગલો થાય.
દુહા
બાદલ કરી વર્ષા કરે,
પંચવરણ સુર ફૂલ,
હરે તાપ સબ જગતકો,
જાનુદધન અમૂલ. ૧
પૂજા ઢાળ
અડિલ છંદ
સત્તરમે ભવે સાત સુપનસૂચિત
સતી-એ દેશી
ફૂલપગર અતિ ચંગ, રંગ બાદલ કરી, પરિમલ અતિ મહકંત, મિલે નર મધુકરી,
જાનુદધન અતિ સરસ, વિકચ અધો બીટ હે, વરસે બાધારહિત,
રચે જિમ છીંટ હે. ૧
મંગલ જિન નામે, આનંદ ભવિકો ઘણેરા. (એ આંકણી)
ફૂલ પગર બદરી ઝરી રે,
હેઠે બીંટ જિનકેરા. મં ૦૧
પીડા રહિત ઢિગ મધુકર ગુંજે,
ગાવત જિનગુણ તેરા મં૦ર
તાપ હરે તિહુંલોકકારે,
જિન ચરણે જસ ડેરા. મં ૦૩
અશુભ કરમ દલ દૂર ગયે રે,
શ્રી જિન નામ રટેરા. મં ૦૪
આતમ નિર્મલ ભાવ કરીને,
પૂજે મિટત અંધેરા. મં૦૫
કાવ્ય તથા મંત્ર
कराग्रमुक्तैः किल पंचवर्णं-
रग्रंथपुष्पैः प्रकरं पुरोऽस्य ।
प्रपंचयन् वंचित काम शक्तेः स द्वादशीमातनते स्म पूजाम् ।।
ૐ ह्रीं श्रीं પરમપુરુષાય, પરમેશ્વરાય જન્મજરામૃત્યુનિવારણાય
શ્રીમતે જિનેન્દ્રાય પુષ્પમેઘપૂજાં
યજામહે સ્વાહા.
૧૩ અષ્ટમંગલ પૂજા
પરમ મંગલસ્વરૂપ, મંગલના ય માંગલ્ય સ્વરૂપ પરમાત્મા આગળ
અષ્ટમંગલ ધરવાથી-
* આત્માના આઠેય કર્મોનો નાશ થાય છે. આઠ મદનો નાશ થાય છે.
* આત્માના આઠ ગુણો પ્રગટ થાય છે.
* પરમ મંગલ સ્વરૂપ મોક્ષની
પ્રાપ્તિ થાય છે.
અષ્ટમંગલ પૂજાની સામગ્રી :-
પરમાત્માની સામે ઉત્તમ રત્નોથી યુક્ત સુવર્ણના અષ્ટ મંગલ ધરવા,
સુંદર અખંડ અક્ષતથી અષ્ટમંગલ આલેખવા અષ્ટમંગલની પાટલી મૂકવી.
દુહા
સ્વસ્તિ દર્પણ કુંભ હૈ,
ભદ્રાસન વર્તમાન,
શ્રીવચ્છ નંદાવર્ત હૈ,
મીનયુગલ સુવિધાન. ૧
અતુલ વિમલ ખંડિત નહીં,
પંચવરણકે શાલ,
ચંદ્રકિરણસમ ઉજ્જલે,
યુવતી રચે વિશાલ. ૨
અતિ સલક્ષણ તંદુલે,
લેખી મંગલ આઠ,
જિનવર અંગે પૂજનાં,
આનંદ મંગલ ઠાઠ. ૩
પૂજા ઢાળ
(જિનગુણગાન શ્રુતિ અમૃતં-એ દેશી)
મંગલ પૂજા સુરતરુકંદ. (એ આંકણી)
સિદ્ધિ આઠ આનંદ પ્રપંચે,
આઠ કરમના કાટે ફંદ. મં૦ ૧
આઠો મદ ભયે છિનકમેં દૂરે,
પૂરે અડગુણ ગયે સબ ધંદ. મં.૦૨
જો જિન આઠ મંગલશું પૂજે,
તસ ઘર કમલા કેલિ કરંદ. મં૦ ૩
આઠ પ્રવચન સુધારસ પ્રગટે,
સૂરિ સંપદા અતિ હી લહંદ. મં૦૪
આતમ અડગુણ ચિદ્ઘન રાશિ,
સહજ વિલાસી આતમ ચંદ. મં૦ ૫
કાવ્ય તથા મંત્ર
आदर्श भद्रासन वर्धमान-मुख्याष्टसन्मांगलिकैजिनाग्रे ।
स राजत प्रोज्जवल तंदुलोत्थै-स्त्रयोदशीमातनुते स्म पूजाम् ।।
ૐ ह्रीं श्रीं પરમપુરુષાય, પરમેશ્વરાય જન્મજરામૃત્યુનિવારણાય
શ્રીમતે જિનેન્દ્રાય અષ્ટમાંગલિકં
યજામહે સ્વાહા.
૧૪ ધૂપ પૂજા
પરમાત્માની આગળ સુગંધિત
ધૂપ કરનાર ભાગ્યશાળીની
* કુમતિ રૂપી દુર્ગંધનો નાશ થાય છે.
* સમક્તિ રૂપ સંગંધ પ્રાપ્ત થાય છે.
* કુગુરૂ રૂપ સાંકળ તૂટે અને
ભવના ભ્રમણ નો અંત આવે છે.
* આત્મા મંગલ, આનંદ, કલ્યાણને પામે.
ધૂપપૂજાની સામગ્રી :-
પ્રભુજી સમક્ષ સુંદર સુગંધિત, દશાંગ વગેરે ધૂપ કરવા સુગંધવાળી
અને ધૂમાડા વગરની અગરબત્તી પરમાત્માથી થોડેક દૂર રહીને કરવી
દુહા
મૃગમદ અગર સેલારસ,
ગંધવડ્ડી ઘનસાર,
કૃષ્ણાગરુ શુદ્ધ કુંદરુ,
ચંદન અંભર ભાર. ૧
સુરભિ દ્રવ્ય મિલાયકે,
કરે દશાંગ જ ધૂપ,
ધૂપદાનમેં લે કરી,
પૂજે ત્રિભુવન ધૂપ. २
પૂજા ઢાળ
રાગ પીલુ-તાલ દીપચંદી
મેરે જિનંદકી ધૂપર્સે પૂજા,
કુમતિ કુગંધી દૂર હરીરે. મેરે૦
રોગ હરે કરે નિજ ગુણ ગંધી,
દહે જંજીર કુગુરુકી બંધી,
નિર્મળ ભાવ ધરે જગ થંદી,
મુઝે ઉતારો પાર,
મેરે કિરતાર, કે અથ સબ
દૂર કરી રે. મેરે૦ ૧
ઉર્ધ્વગતિ સૂચક ભવિ કેરી,
પરમબ્રહ્મ તુમ નામ જપેરી
મિથ્યાવાસ દુઃખરાશિ ઝરે રી,
કરો નિરંજનનાથ, મુક્તિકા સાથ,
કે મમતા મૂલ જરી રે મેરે૦ ૨
ધૂપસે પૂજા જિનવર કેરી,
મુક્તિ વધુ ભઈ છિનકમેં ચેરી,
અબ તો ક્યોં પ્રભુ કીની દેરી,
તુમહી નિરંજન રૂપ,
ત્રિલોકી ભૂપ,
કે વિપદા દૂર કરી રે. મેરે૦ ૩
આતમ મંગલ આનંદકારી,
તુમરી ચરણ સરણ અબ ધારી,
પૂજે જિમ હરિ તેમ અગારી,
મંગલા કમલા કંદ,.
શરદ કા ચંદ,
કે તાપ સબ દૂર હરી રે. મેરે૦ ૪
કાવ્ય તથા મંત્ર
कर्पूर-कालागरु-गंधधूप-
मुत्क्षिप्य धूमस्थल दूरितैनाः।
घंटानिनादेन समं सुरेंद्र-
चतुर्दशी मातनुते स्म पूजाम् ।।
ૐ ह्रीं श्रीं પરમપુરુષાય, પરમેશ્વરાય જન્મજરામૃત્યુનિવારણાય
શ્રીમતે જિનેન્દ્રાય ધૂપદીપં
યજામહે સ્વાહા.
૧૫ ગીત પૂજા
પરમાત્માના ગુણ-ઉપકારસ્મૃતિ રૂપ ગુણગાન ભાવપૂર્વક કરનાર આત્માના
* સર્વ ભયો દૂર ટળે ટળે છે.
* આત્મા ચિદાનંદ સ્વરૂપને પ્રાપ્ત કરે છે.
* સુંદર કંઠ તથા સૌભાગ્યને પામે છે.
ગીતપૂજાની સામગ્રી :-
પરમાત્માના ગુણોના વર્ણન રૂપે,
ઉપકારોની સ્મૃતિ રૂપે કે
પોતાની વિનંતી રૂપે,
તાલમૃદંગ, બંસરી, વેણી-
વીણા આદિ વિવિધ વાઘો
સહિત સુંદર રાગરાગીણીથી
ગુણગાન કરવા.
દુહા
ગ્રામ ભલે આલાપીને,
ગાવે જિનગુણ ગીત,
ભાવે શુદ્ધ જ ભાવના,
જાચે પરમ પુનીત. १
ફલ અનંત : પંચાશકે,
ભાખે શ્રી જગદીશ,
ગીત નૃત્ય શુદ્ધ નાદરો,
જો પૂજે જિન ઇશ. २
તીન ગ્રામ સ્વર સાતસેં,
મૂર્ચ્છના એકવીશ,
જિન ગુણ ગાવે ભક્તિશું,
તાર તીસ ઓગણીશ. ૩
પૂજા ઢાળ
(રાગ સોહણી-ઠેકો પંજાબી)
જિનગુણ ગાવત સુરસુંદરી.
(એ આંકણી)
ચંપકવરણી સુર મનહરણી,
ચંદ્રમુખી શૃંગાર ધરી. જિન૦१
તાલ મૃદંગ બંસરી મંડલ,
વેણુ ઉપાંગ ધુનિ મધુરી. જિન૦ર
દેવકુમાર કુમારી આલાપે,
જિનગુણ ગાવે ભક્તિ ભરી. જિન૦૩
નકુલ મુકુંદ વીણ અતિ ચંગી,
તાલ છંદ આપતિ સિમરી. જિન૦ ૪
અલખ નિરંજન જ્યોતિ પ્રકાશી,
ચિદાનંદ સત રૂપ ધરી. જિન૦ ૫
અજર અમર પ્રભુ ઈશ શિવંકર,
સર્વ ભયંકર દૂર હરી. જિન૦ ૬
આતમ રૂપ આનંદઘન સંગી,
રંગી જિનગુણ ગીત કરી. જિન૦ ७
કાવ્ય તથા મંત્ર
अष्टोत्तरं स्तोत्रशतं पठित्वा,
जानुस्थितः सपृष्टधरः सुरेशः ।
शक्रस्तवं प्रोच्य शिरस्थपाणिः
नत्वा जिनं संसदमालुलोके ।।
ૐ ह्रीं श्रीं પરમપુરુષાય, પરમેશ્વરાય જન્મજરામૃત્યુનિવારણાય
શ્રીમતે જિનેન્દ્રાય સ્તવનગીતં
યજામહે સ્વાહા.
૧૬ નાટક પૂજા
* પરમાત્મા સમક્ષ કરાતી નાટકપૂજા નૃત્ય, રાસ વગેરે ભવ નાટકનો અંત
લાવી નૃત્ય કરનાર ભાગ્યશાળીને પરમપદનો સ્વામી બનાવે છે.
* શ્રેષ્ઠ ભાવપૂર્વક નાટક કરનાર તીર્થંકર પદ પણ પ્રાપ્તિ કરી શકે છે.
નાટકપૂજા શી રીતે કરશો ?
પ્રભુજી સન્મુખ સુંદર ભાવથી,
ભક્તિના રંગથી ચામરનૃત્ય,
દીપમાલા નૃત્ય, દાંડીયા-
ગરબા વગેરે કરવા.
આ નાટકપૂજામાં ફક્ત પુરૂષો-
ભાઈઓ જ નૃત્ય કરે.
પુરૂષોની હાજરીમાં બહેનો નૃત્ય કે દાંડિયા વગેરે ન કરે.
દુહા
નાટક પૂજા સોલમી,
સજી સોલે શણગાર,
નાચે પ્રભુકે આગલે,
ભવનાટક સબ ટાર. ૧
દેવ કુમર કુમરી મિલે,
નાચે ઈકશત આઠ,
રચે સંગીત સુહાવના,
બત્તીસ વિધિકા નાટ. ૨
રાવણ ને મંદોદરી,
પ્રભાવતી સૂરિયાભ,
દ્રોપદી જ્ઞાતા અંગમેં,
લીયો જન્મકો લાભ. ૩
ટાળો ભવ નાટક સવી,
હે જિન ! દીન દયાળ,
મિલ કર સુર નાટક કરે,
સુઘર બજાવે તાલ. ૪
પૂજા ઢાળ
(રાગ કલ્યાણ તાલ દાદરો)
નાચત સુરવૃંદ છંદ,
મંગલ ગુનગારી. (આંકણી)
કુમર કુમરી કર સંકેત, આઠ શત મિલ ભમરી દેત, મંદ તાર રણરણાટ,
ઘુઘરુ પગ ધારી. ના০৭
બાજત જિહાં મૃદંગ તાલ, ઘપ મપ ધુધુમકિત ધમાલ, રંગચંગ ઢંગ દ્રંગ,
ત્રોં ત્રોં ત્રિક તારી. ના૦૨
તાતા થેઈ થેઈ તાન લેત, મુરજ રાગ રંગ દેત, તાન માન ગાન જાન,
કિટ નટ ધુનિધારી. ના૦૩
તું જિનંદ શિશિર ચંદ, મુનિજન સબ તાર વૃંદ, મંગલ આનંદ કંદ,
જય જય શિવચારી. ના०४
રાવણ અષ્ટાપદ ગિરીંદ, નાચ્યો સબ સાજ સંગ, બાંધ્યો જિનપદ ઉત્તુંગ,
આતમ હિતકારી. ના૦પ
કાવ્ય તથા મંત્ર
आलोकनाकृत्वविदो ततोऽस्य,
गंधर्व नाट्याधिपती अत्मर्यो।
तूर्यत्रिकं सज्जयत स्म तत्र,
प्रभोर्निषण्णे पुरतः सुरेन्द्रः ।।
ૐ ह्रीं श्रीं પરમપુરુષાય, પરમેશ્વરાય જન્મજરામૃત્યુનિવારણાય
શ્રીમતે જિનેન્દ્રાય નૃત્યં યજામહે સ્વાહા.
૧૭ વાજિંત્ર પૂજા
* સમવસરણમાં થતી દેવદુંદુભિની કાંઈક ઝાંખી કરાવે, ભાવોલ્લાસમાં વૃદ્ધિ
કરાવે તેવા ઉત્તમ, સુદર ધ્વનિ- મધુરધ્વનિવાળા વાઘો-
વાજિંત્રોથી પરમાત્માની
ભક્તિ-પૂજા કરનાર ભાગ્યશાળીને મનોવાંછિત-ઈષ્ટની પ્રાપ્તિ થાય છે.
* કુર્મતિ-દુર્બુધ્ધિનો નાશ થાય છે.
*નિર્મળ પ્રજ્ઞા-જ્ઞાનની પ્રાપ્તિ થાય છે.
*એનો પશ ચોમેર ફેલાય છે.
વાંજિત્રપૂજા શી રીતે કરશો ?
ખંજરી, ઢોલ, સિતાર, વીણા,
જલતરંગ, શરણાઈ, ભંભા વગેરે
સુંદર મધુરધ્વનિ વાળા વાઘો-વાજિંત્રોથી પરમાત્માની સમક્ષ સુદર સંગીત વગાડવું.
દુહા
તત વિતત ધન ગુસરે,
વાઘ ભેદ એ ચાર,
વિવિધ ધ્વનિકર શોભતી,
પૂજા સત્તરમી સાર. ૧
સમવસરણમેં વાજિયા,
નાદતણા ઝકાર,
ઢોલ દદામાં દુંદુભી,
ભેરી પણવ ઉદાર. २
વેણુ વીણા કિંકિણી,
ષડ્ ભામરી મરદંગ,
ઝલ્લરી ભંભા નાદશું,
શરણાઈ મુરજંગ. 3
પંચ શબ્દ વાજે કરી,
પૂજે શ્રી અરિહંત,
મનવાંછિત ફળ પામિયે,
લહિયે લાભ અનંત. ૪
પૂજા ઢાળ
(રાગ જંગલો-તાલ ઠુમરી) મન મોહ્યો જંગલકી હરણીને-એ દેશી
ભવિ નંદો જિનંદ જસ વરણીને.
(એ આંકણી)
વીણ કહે જગ તું ચિર નંદી,
ધન ધન જગ તુમ કરણીને. ભવિ૦ ૧
તું જગનંદી આનંદ કંદી,
તબલી કહે ગુણ વરણીને. ભવિ૦૨
નિર્મલ જ્ઞાન વચન મુખ સાચે,
તૂણ કહે દુઃખ હરણીને. ભવિ૦૩
કુમતિ પંથ સબ છિનમેં નાસે,
જિનશાસન ઉદે ધરણીને. ભવિ૦૪
મંગલ દીપક આરતી કરતાં,
આતમ ચિત્ત શુભ ભરણીને. ભવિ૦૫
કાવ્ય તથા મંત્ર
मृदंग भेरी वरवेणु वीणा, षड्भ्रामरी झल्लरी किंकिणीनाम् ।
भंभादिकानां च तदा निनादैः
क्षणं जगन्नादमयं बभूव ।।
ૐ ह्रीं श्रीं પરમપુરુષાય, પરમેશ્વરાય જન્મજરામૃત્યુનિવારણાય
શ્રીમતે જિનેન્દ્રાય સર્વવાજિંત્રં
યજામહે સ્વાહા.
।। कलश ।।
જિનંદ જસ આજ મેં ગાયો,
ગયો અથ દૂર મો મનકો,
શત અઠ કાવ્ય હૂ કરકે,
થુણે સબ દેવ દેવનકો. જિ૦૧
તપગચ્છ ગગન રવિ રૂપા, હુઆ વિજયસિંહ ગુરુ ભૂપા,
સત્ય કર્પૂરવિજય રાજા,
ક્ષમા જિમ ઉત્તમ તાજા. જિ૦ર
પદ્મગુરુ રૂપ ગુણભાજા,
કીર્તિ કસ્તૂર જગ છાજા,
મણિબુદ્ધિ જગતમેં ગાજા,
મુક્તિ ગણિ સંપ્રતિ રાજા. જિ૦૩
વિજય આનંદ લઘુ નંદા,
નિધિ શશિ અંક હૈ ચંદા (૧૯૧૯)
અંબાલે નગરમેં ગાયો,
નિજાતમ રૂપ હું પાયો. જિન૦૪