Categories : Jain Vidhi Shree Shreni Tap Ane Vidhi (Gujarati) શ્રી શ્રેણી તપ અને વિધિ श्रेणौ पट्श्रेणयः प्रोक्ता, एको द्वौ प्रथमे क्षणे । द्वितीयादिषु चैकैकक्रमवृद्धयाऽभिजायते ॥ १ ॥ શ્રેણીના અંકવડે જે તપ તે શ્રેણીતપ કહેવાય છે. આ શ્રેણીતપમાં છ શ્રેણીઓ કહી છે. તેમા પ્રથમ શ્રેણીએ પ્રથમ એક ઉપવાસ કરી પારણું કરવું, પછી બે ઉપવાસ કરી પારણું કરવું. બીજી શ્રેણીમાં પ્રથમ એક ઉપવાસ કરી પારણું, પછી બે ઉપવાસ ઉપર પારણું, પછી ત્રણ ઉપવાસ ઉપર પારણું, ત્રીજી શ્રેણીમાં એક, બે, ત્રણ અને ચાર ઉપવાસ એ જ પ્રમાણે પારણાવાળા કરવા. ચોથી શ્રેણીમાં એક, બે, ત્રણ, ચાર અને પાંચ. પાંચમીમાં એક, બે, ત્રણ, ચાર, પાંચ અને છ, તથા છઠ્ઠીમાં એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ અને સાત નિરંતર ઉપવાસ અનુક્રમે પારણાના આંતરાવાળા કરવાં. એ રીતે કરવાથી ઉપવાસ ૮૩ અને પારણા ૨૭ મળી કુલ ૧૧૦ દિવસે આ તપ પૂર્ણ થાય છે. ઉદ્યાપને મોટી સ્નાત્ર વિધિપૂર્વક ૧૧૦ પક્વાન્ન, ફળ, પુષ્પ વગેરે ઢોકવા. સંઘવાત્સલ્ય, સંઘપૂજા કરવી. આ તપનું ફળ ક્ષપકશ્રેણીની પ્રાપ્તિ થાય તે છે. આ સાધુ તથા શ્રાવકને કરવાનો આગાઢ તપ છે. “નમો અરિહંતાણું” પદની નવકાર- વાળી વીશ ગણવી. સાથીયા વિગેરે બાર બાર કરવા. Related Articles Shree Manibhadra Maha Poojan Vidhi Mahaveer Swami 27 Bhav (Hindi) Shree Bhadra Tap Ane Teni Vidhi (Gujrati) Sattarbhedhi Pooja Sameeksha Shree Dhawaja Rohan Vidhi