Shree Vimalnath Bhagwan Chaityavandan | શ્રી વિમલનાથ ભગવાનનું ચૈત્યવંદન
અઠ્ઠમ કલ્પ થકી ચવ્યા, માધવ સુદી બારસ;
સુદી મહા ત્રીજે જન્મ,તસ ચોથો વ્રત્ત રસ.
સુદી પોષ છઠ્ઠે લહ્યા, વર નિર્મલ કેવળ;
વદી સાતમ અષાઢની, પામ્યા પદ અવિચલ.
વિમલ જિનેશ્વર વંદીએ, જ્ઞાનવિમલ કરી ચિત્ત;
તેરમા જિન નિત વંદીએ, પુણ્ય પરિમલ વિત્ત.
વદી સાતમ અષાઢની, પામ્યા પદ અવિચલ.
વિમલ જિનેશ્વર વંદીએ, જ્ઞાનવિમલ કરી ચિત્ત;
તેરમા જિન નિત વંદીએ, પુણ્ય પરિમલ વિત્ત.