Shree Chandraprabhu Swami Chaityavandan | શ્રી ચંદ્રપ્રભુ સ્વામીનું ચૈત્યવંદન
ચંદ્રપ્રભુ આરાધીએ, દોઢસો ધનુષ્યની કાય;
મહસેન પૃથ્વીપ પુત્ર જશ, રાણી લક્ષ્મણા માય.
જસ આયુ દશ લાખ પૂર્વ, શ્વેત વર્ણનો દેહ;
ચંદ્ર લંછન ચંદ્રપુરી નૃપ, શીતલ ગુણ નમો સ્નેહ.
પૂજિત ઇન્દ્ર નરેન્દ્રથી, રાગદ્વેષ જયકાર,
ગૌતમ નીતિ ગુણ સુરિ કહે, સેવે શિવ દાતાર