Shree SumtiNath Bhagwan Caityavandan | શ્રી સુમતિનાથ ભગવાનનું ચૈત્યવંદન
સુમતિનાથ સુહંકરૂં, કોસલ્લા જસ નયરી;
મેઘરાય મંગલા તણો, નંદન જિતવયરી.
કૌંચ લંછન જિન રાજિયો, ત્રણસો ધનુષ્યની દેહ;
ચાલીશ લાખ પૂર્વ તણું, આયુ અતિ ગુણગેહ.
સુમતિ ગુણો કરી જે ભર્યા એ, તર્યા સંસાર અગાધ;
તસ પદપદ્મસેવા થકી, લહો સુખ અવ્યાબાધ.