Shree Ajitnath Bhagwan Caityavandan | શ્રી અજીતનાથ ભગવાનનું ચૈત્યવંદન
અજીતનાથ પ્રભુ અવતર્યો, વિનીતાનો સ્વામી;
જીતશત્રુ વિજયા તણો, નંદન શિવગામી.
બહોંતેર લાખ પૂર્વ તણું, પાળ્યું જિણે આય;
ગજ લંછન લંછન નહી, પ્રણમે સુરરાય.
સાડા ચારસો ધનુષ્યની એ, જિનવર ઉત્તમ દેહ;
પદ પદ્મ તસ પ્રણમીયે, જિમ લહીએ શિવ ગેહ.