જબુદ્રીપ પ્રમાણે પૂર્વ-પશ્ચિમના
થઈને બમણા જાણવા. ધાતકીખંડની
ચાર બાજુ પદ્મવર વેદિકાયુક્ત જગતી
છે
કાલોદધિ સમુદ્ર :- ધાતકી ખડની ચારે
તરફ વીંટળાયેલો ૮ લાખ યોજન
પહોળો ૧૦૦૦ યોજન ઊંડો
કાલોદધિ નામનો વલયાકાર સમુદ્ર છે,
તેમાં પાણીની હાનિ-વૃદ્ધિ થતી
નથી. તેમાં કાલ અને મહાકાલ
નામે ૨ દેવતાને રહેવા યોગ્ય પૂર્વ-
પશ્ચિમ ગૌતમદ્વીપ સરખા ૨ દ્વીપ છે.
પૂર્વદિશાને વિશે ઘાતકીખંડના ૧૨ ચંદ્રના
૧૨ દ્વીપ અને કાલોદધિના ૪૨
ચંદ્રામાંના ૪૨ દ્વીપ છે,
તેમજ પશ્ચિમ દિશાને વિશે
ધાતકી ખંડના ૧૨ સૂર્યના ૧૨ દ્વીપ અને
કાલોદધિના ૪૨ સૂર્યના ૪૨ દ્વીપો છે.
તે સર્વે દ્વીપો પાણીથી બે કોશ ઊંચા છે.
સમુદ્રની ચારે બાજુ જગતી છે.
કાલોદથિ સમુદ્રની ચારે તરફ વીંટળાયેલો
૧૬ લાખ યોજન પહોળો પુષ્કરવરદ્વીપ
છે. તેની મધ્યમાં ૧૭૨૧ યોજન ઊચો
અને ૧૦૨૨ યોજન પહોળો વલયાકારે
માનુષોત્તર પર્વત આવેલા છે તેનાથી
પુષ્કરવરદ્વીપ બે વિભાગમાં વહેંચાઈ
ગયો છે. મનુષ્યોની વસ્તી આ પર્વતની
અંદરના ૮ લાખ યોજન સુધીમાં જ
છે એ પછીના દ્વીપ કે સમુદ્રમાં
મનુષ્યોના જન્મ-મરણ થતા નથી તેથી
જબૂદ્ધીપ-ધાતકીખંડ અને અડધો
પુષ્કરવડીપ અને તેના અંતરાલના
લવણસમુદ્ર-કાલોદધિ સમુદ્ર સહિત
અઢી દ્વીપને ૪પલાખ
યોજન પ્રમાણ મનુષ્યક્ષેત્ર કહેવાય છે.
ઘાતકીખડની જેમ અહીં પણ બે
ઈપુકાર પર્વતના કારણે પૂર્વાર્થ અને
પશ્ચિમાર્ધ એમ બે ભાગો થાય છે
બન્નેમાં એક-એક મેરૂપર્વત, સાત-સાત
ક્ષેત્રો અને છ છ વર્ષધર પર્વતો છે.
જેમના નામ ધાતકીખડ પ્રમાણે જાણવા
આ રીતે સરવાળો કરતાં અઢી દ્વીપમાં
કુલ ૫ મેરુ, ૩૫ ક્ષેત્રો, ૩૦ વર્ષધર પર્વતો,
૫ દેવકુરુ અને ૫ ઉત્તરકુરૂ આવેલા છે.
હિમવત પર્વત અને શિખરી પર્વતમાથી
નીકળેલી અને લવણસમુદ્રમાં ફેલાયેલી
આઠ દાઢાઓમા ૫૬ અંતરદ્વીપો આવેલા
છે. તે સિવાય અનેક નાના-મોટા દ્વીપો,
પર્વતો, નદીઓ, દ્રહો વગેરે નકશામાં
દર્શાવ્યા મુજબ આવેલા છે. જેનુ વર્ણન
૮+૮ = ૧૬ લાખ યોજન, તે પછી બંને
બાજુના અર્થ પુષ્કરવરના ૮+૮ = ૧૬
લાખ યોજનનો સરવાળો કરતા ૪૫ લાખ
યોજન મનુષ્યક્ષેત્ર જાણવું. ઉપર લોકના
છેડે પાંચ અનુત્તર વિમાન ઉપર ૪૫
લાખ યોજન પ્રમાણસિદ્ધશિલા આવેલી
છે. મનુષ્યોનુ મોક્ષગમન પણ ૪૫ લાખ
યોજનના ક્ષેત્રમા જ થાય છે તેની
બહાર નહિ, તિર્યંચોનો વાસ અઢી દ્વીપ
ઉપરાત બહારના દરેક દ્વીપ-સમુદ્રમાં પણ છે