9 મુદ્રા ત્રિક :
મુદ્રા ત્રિક
↑
યોગમુદ્રા, મુક્તાશુક્તિ મુદ્રા, જિનમુદ્રા
શબ્દાર્થ : મુદ્રા અભિનય (એકશન)
જૈનદર્શનમાં ચૈત્યવંદનવિધિમાં,
પ્રતિક્રમણ-વિધિમાં,
યોગવિધિમાં વિવિધ
પ્રકારની મુદ્રાઓનું
વિદ્યાન કરવામાં આવેલ છે.
જુદાં જુદાં સૂત્રો બોલતાં
અને ક્રિયા કરતાં
શરીરની મુદ્રાઓ (અભિનય)
બદલવાની હોય છે.
ઘણાના મનમાં સવાલ જાગે છે
કે આ વારેવારે મુદ્રાઓ
કેમ બદલાવામાં આવતી હશે.
ઘડીમાં જમણો પગ ઉંચો કરો,
ઘડીમાં હાથ ઉંચો કરો
તો થડીમાં કાઉસ્સગ્ગ
મુદ્રામાં ઉભા રહો.
આમ વારંવાર શારીરિક અભિનયો
બદલવામાં શું કારણ હશે ?
આ અંગે એક સ્પષ્ટ
વાત સમજી લઈએ કે
શરીરથી કરાતી આ મુદ્રાઓને
મન સાથે પ્રગાઢ
સબંધ હોય છે.
જેવી મુદ્રા હોય છે
તેવું મન બને છે.
કયારેક જેવું મન હોય છે
તેવી મુદ્રા બને છે.
ક્યારેક મુદ્રાની અસર
મન પર થાય છે
તો કયારેક મનની અસર
મુદ્રા પર થાય છે.
પચાસને બેસીને કોઈ
માણસ ગમે તેટલો પ્રયત્ન કરે
તોય કોઈનું ખૂન તે નહિ કરી શકે.
કેમકે પદ્માસનની પ્રશસ્ત મુદ્રામાં
પેલા હિંસાના અપ્રશસ્ત
ભાવો પેદા થવા જ મુશ્કેલ છે.
કોઈનું ખૂન કરતાં પહેલાં તે
માણસની મુદ્રા ખૂની બને છે.
તેની આંખો લાલચોળ થઈ જશે,
ચહેરા પર ક્રોધની
જવાળાઓ ફરી વળશે,
હાથ-પગ આવેગ અનુભવશે,
છાતી અકકડ બની જશે,
ગરદન ટાઈટ બની જશે
ત્યારે જ તેના અંતરમાં ખૂનનાં
આંદોલનો સળવળી ઉઠશે
અને પછી જ તે હુમલો કરી શકશે.
માણસના મનમાં જયારે ચિંતાનું
ચક્ર શરૂ થાય છે.
ત્યારે તેનો હાથ આપોઆપ લમણા
પર જઈને ચોંટી જાય છે.
મનમાં કોઈ સ્ત્રી પર
વિકારભાવ જાગે છે
ત્યારે તેની આંખની કીકી
આપોઆપ ત્રાંસી થઈ જાય છે.
મનમાં જયારે અભિમાન જાગે છે
ત્યારે તેના ખભા આપોઆપ ઉંચા
લાગે કામનાં ચોર્યાસી આસનો એ
પણ મનને વધુ વિકારી બનાવવા
માટેના અભિનયો જ છે.ने?
જિનાગમોમાં જણાવાયું છે
કે સાધ્વીજીએ કયારેય ચત્તા
અને સાધુએ કયારેય ઉધા સૂવું નહિ.
કેમકે આ કામને જગાડનારી મુદ્રાઓ છે.
આ ઉપરથી એક વાત નિશ્ચિત થાય છે
કે મન અને મુદ્રાને
પ્રગાઢ સંબંધ છે.
અપ્રશસ્ત મુદ્રા = અપ્રશસ્ત મન,
પ્રશસ્ત મુદ્રા = પ્રશસ્ત મન.
ચૈત્યવંદનાદિ વિધિમાં જે મુદ્રાઓની
ગોઠવણ કરવામાં આવી છે
તેમાં એવી તાકાત રહેલી છે
કે તે મનના અપ્રશસ્ત ભાવોને દૂર કરી
શુભ ભાવોને પેદા કરે છે.
જયારે તીવ્ર ક્રોધનો ઉદય થઈ આવે ત્યારે
કાઉસ્સગ્ગ મુદ્રામાં ક્ષણવાર
ઉભા રહી જશો તો અંદર
જાગેલો ક્રોધ આપોઆપ
શાંત થઈ જશે.
જયારે અહંકાર જાગ્યો હોય ત્યારે
કોક પૂજયની પ્રતિકૃતિ
સામે બે હાથ જોડી,
મસ્તક નમાવી ઉભા રહી જશો.
‘તો અહંકાર દૂર થઈ જશે.
જયારે મનમાં વાસના
ઉભરાતી હોય ત્યારે
પદ્માસનમુદ્રામાં બેસી જશો
તો વાસના શમી જશે.
જયારે ક્રોધ જાગે ત્યારે કાઉસ્સગ્ગ
મુદ્રામાં ઉભા રહી જશો
તો ક્રોધ શાંત પડી જશે.
પેલા પ્લેટો નામના ગ્રીકને
જયારે ગુસ્સો આવતો ત્યારે
તે એક ખૂણામાં જઈને
ચૂપચાપ બેસી જતો.
કોઈક પૂછે કે, કેમ શાંત બેસી રહ્યા છો ?
તો તે જણાવતો કે અંદર એક
જંગલી વરુ પેદા થયું છે.
તેને સજા ફટકારી રહ્યો છું.
મુદ્રાઓનો આવો અનુપમ
મહિમા જાણ્યાબાદ હવે ચૈત્યવંદનાદિ
વિધિમાં આવતી મુદ્રાઓના
પાલનમાં આપણે વધુ
સાવધાન બનવાનું છે.
ચાલો એ મુદ્રાત્રિકની પ્રશસ્ત
મુદ્રાઓનું અવલોકન કરીએ.
1 યોગમુદ્રા :
સૌ પ્રથમ બે હાથ જોડો.
હાથની કોણી પેટ
પર અડાડી રાખો,
જોડાયેલા હાથની દર્શય
આંગળીઓને એક પછી એક,
એમ ક્રમશઃ ચપોચપ
ગોઠવો અને હથેળીનો
આકાર કોશના ડોડા
(બીડાયેલ કમળ) જેવો બનાવો.
આ થઈ યોગમુદ્રા,
પ્ર. કયાં સૂત્રો યોગમુદ્રામાં બોલવાં ?
४. પરમાત્માની સ્તુતિ/ઈરિયાવહિયં/
ચૈત્યવંદન/નમૃત્યુણ/સ્તવન/
અરિહંત ચેઈઆણં આદિ
સૂત્રી આ મુદ્રામાં બોલવાં.
(2) મુક્તાનુક્તિ મુદ્રા :
બે હાથ જોડો,
દશેય આંગળીઓનાં ટેરવાં
એક બીજાને સામસામે અડે તેવી રીતે ગોઠવો, બન્ને હથેળીઓમાં અંદરથી પોલાશ રહે તેવી રીતે બહારથી
ઉપસાવો અને મોતીછીપ
જેવો આકાર બનાવો. આ
થઈ મુક્તાશુક્તિ મુદ્રા.
પ્ર. કથાં સૂત્રો મુક્તાશુક્તિ
મુદ્રામાં બોલવાં ?
જ. જાતિ, જાવંત અને
જયવીયરાય આદિ
‘જ’ કારથી શરૂ થતાં
સૂત્રોને મુક્તાશુક્તિ મુદ્રામાં
બોલવાં અને તે વખતે બન્ને
હાથ ઉંચા કરી લલાટમાં
બે ભ્રમરની વચમાં લગાડવા.
કેટલાક આચાર્યદેવોનો
એવો પણ અભિપ્રાય છે
કે હાથ ભ્રમરની વચમાં
રાખવા પણ કપાળમાં લગાડવા નહિ, દૂર રાખવા. (જયવીયરાય સૂત્રમાં માત્ર આભવમખંડા સુધી જ
હાથ ઉંચા રાખવા.
બહેનોએ હાથ ઉંચા કરવા નહિ.)
3 જિનમુદ્રા :
જિનમુદ્રા એટલે કાયોત્સર્ગ મુદ્રા.
સીધા ઉભા રહો. બે પગનાં તળીયા વચ્ચે
આગળથી ચાર આંગળ જેટલું અંતર રાખો. પાછળની બાજુ ચાર આંગળથી ઓછું અંતર રાખો. બેય હાથ સીધા લટકતા છોડી દો.
હાથના પંજા ઢીંચણની તરફ રાખો.
દષ્ટિને નાસિકા પર અથવા
જિનબિમ્બ પર સ્થાપિત કરો.
આ થઈ જિનમુદ્રા.
નવકાર યા લોગસ્સના
કાઉસ્સગ્ગ આ મુદ્રામાં
ઉભા રહીને કરવો.
કેટલાક કથાપ્રસંગો :
A. અર્જુનમાલી નામના
હત્યારાએ આખાય
નગરમાં હાહાકાર મચાવી દીધો હતો.
રોજની સાત હત્યાઓ કરવાની
એણે પ્રતિજ્ઞા લીધી હતી.
તેની સાત હત્યાનો સ્કોર પૂરો ન થાય
ત્યાં સુધી નગરજનો ઘરમાંથી
બહાર નીકળતા ન હતા.
એક દિવસ પ્રભુ મહાવીર
નગરનાં ઉદ્યાનમાં પધાર્યા.
આ સમાચાર શેઠ સુદર્શનને મળ્યા.
તેઓ મોતની પરવા કર્યા વિના
પ્રભુને વંદનાર્થે જવા નીકળ્યા.
જેના દેહમાં યક્ષે પ્રવેશ કર્યો છે
એવા અર્જુનમાલી શિકારની
શોધમાં મુદ્ગર લઈને
આકાશમાં ઘૂમી રહ્યો છે.
જયારે એણે શેઠ સુદર્શનને
જોયા કે તરત જ તે ઉપસર્ગ
કરવા તે દિશામાં દોડી આવ્યો.
ઉપસર્ગ આવતો જાણી શેઠ જયાં હતા
ત્યાં જિનમુદ્રામાં ઉભા રહી ગયા.
ત્યાં તો આશ્ચર્ય સર્જાયું
ઉપસર્ગ કરવા માટે આવેલો
અર્જુનમાલી મહાત થયો,
પરાસ્ત થયો, કાઉસ્સગ્ગ મુદ્રાના
અચિંત્ય મહિમાએ તેને આંજી દીધો,
ધર્મના દિવ્ય પ્રભાવે તેને રુક
જાવનો ઓર્ડર આપી
દીધો અને અર્જુન
ધબ્બ કરતો નીચે પટકાયો.
એનું તમામ બળ ખતમ થઈ ગયું.
શરીરમાં પ્રવેશેલો પેલો યક્ષ
પણ ગભરાઈને ભાગી છૂટયો.
પાંખથી હણાયેલા પંખીની જેમ
નીચે પછડાયેલો અર્જુનમાલી શેઠના
ચરણમાં આવીને નમ્યો.
ઉપસર્ગ પૂર્ણ થતાં કાઉસ્સગ્ગ પાળીને
શેઠે તેને પ્રતિબોધ પમાડયો.
પ્રભુ વીર પાસે લઈ ગયા..
સંયમમાર્ગે ચડાવ્યો.
સંયમ ધર્મની આરાધના કરી,
સર્વ કર્મને ભસ્મસાત્ કરી,
માત્ર છ માસની આરાધના કરી,
અર્જુન મુનિવર કૈવલ્યજ્ઞાન
અને મોક્ષ પામી ગયા.
ઓ મુદ્દા ! તારો મહિમા
ખરેખર મહાન છે.
B. મુંબઈમાં એકવાર મને
એક એકયુ પ્રેશર થીયરીના
જાણકાર ભાઈ મળેલા.
તેમણે મને જણાવ્યું
કે, કોઈ પણ દર્દને,
ચિંતાને મીટાવી દેવા માટે
શરીરના અમુક ભાગમાં જો
પ્રેશર આપવામાં આવે તો
દર્દ અને ચિંતા મટી જાય છે.
જયારે મન બેચેની ખીન્નતા અને
સ્ટ્રેસ અનુભવતું હોય ત્યારે જો
જમણા પગની ઘૂંટી પર પ્રેશર
કરવામાં આવે તો અપ્રસન્ન
મન તરત જ પ્રસન્ન બને છે.
ત્યારે મેં તેમને જણાવ્યું
કે, અમારી ચૈત્યવંદનની મુદ્રા
જ એવી છે કે જેમાં
જમણા પગની ઘૂંટી પર
આપોઆપ આખા શરીરનું
પ્રેશર આવતું હોય છે,
ઓછામાં ઓછું દિવસમાં
સાતવાર તો આવું પ્રેશર ચૈત્યવંદના
દ્વારા ઘૂંટીને મળી જતું હોય છે.
વિવિધ ક્રિયામાં થતી મુદ્રાઓ,
પ્રસન્નતા, સ્થિરતા અને એકાકારતા
આપવામાં સહાયક બને છે.
પ્રભુશાસનના આ ક્રિયાયોગમાં
એકયુપ્રેશરની થીયરી પણ સમાયેલી છે.