Shree Bhadra Tap Ane Teni Vidhi (Gujrati)

Shree Bhadra Tap Ane Teni Vidhi (Gujrati)

શ્રી ભદ્ર તપ અને તેની વિધિ

 

एकद्वित्रिचतुःपञ्चत्रिचतुःपञ्चभूद्वयैः । 

पञ्चैकद्वित्रिवेदैश्च

द्वित्रिवेदेषुभूमिभिः ॥१॥

 

चतुःपञ्चैकद्वित्रिभिश्चोपवासैः

श्रेणिपञ्चकम् ।

 भद्रे तपसि

मध्यस्थपारणश्रेणिसंयुतम् ॥२॥

 

આ તપ ભદ્ર એટલે કલ્યાણકારક

હોવાથી ભદ્ર નામે કહેવાય છે. 

તેમા પ્રથમ શ્રેણિમા પહેલો

એક ઉપવાસ કરી પારણું કરવું. 

પછી બે ઉપવાસ ઉપર પારણું,

પછી ત્રણ ઉપર પારણું, પછી ચાર, 

અને પછી પાંચ ઉપવાસ

ઉપર પારણું કરવું.

બીજી શ્રેણિએ પ્રથમ 

ત્રણ ઉપવાસ, પછી ચાર,

પછી પાંચ, પછી એક

અને પછી બે ઉપવાસ

કરી પારણું કરવું.

ત્રીજી શ્રેણીએ પ્રથમ પાંચ ઉપવાસ,

પછી એક, પછી બે, પછી ત્રણ

અને પછી ચાર ઉપવાસ

કરી પારણું’ કરવું.

ચોથી શ્રેણિએ પ્રથમ બે ઉપવાસ,

પછી ત્રણ, પછી ચાર, પછી પાંચ અને

 પછી એક ઉપવાસ કરી પારણું કરવું.

પાંચમી શ્રેણીએ પ્રથમ ચાર,

 પછી પાંચ, પછી એક,પછી બે

અને પછી ત્રણ ઉપવાસ

કરી પારણું કરવુ.

સર્વને છેડે એક જ

પારણાનો દિવસ આવે.

આ રીતે કરતાં કુલ ઉપવાસ

દિન ૭૫ તથા પારણા દિન ૨૫ મળી

ત્રણ માસ અને દશ દિવસે

આ તપ પૂર્ણ થાય છે.

Related Articles