Shree Dhawaja Rohan Vidhi

Shree Dhawaja Rohan Vidhi

ધ્વજાનુમાપ : ધ્વજા, ધ્વજાદંડ જેટલી લાંબી અને દંડની

પાટલીની પહોળાઈ જેટલી બનાવવી પરિકર સાથે મૂળનાયક

હોય તો ધ્વજામાં વચ્ચે સફેદ પટ્ટો અને આજુબાજુ લાલ પટ્ટો રાખવો.

જો પરિકર ન હોય તો વચ્ચે લાલ પટ્ટો અને આજુબાજુ સફેદ પટ્ટો રાખવો.

આસોપાલવનું તોરણ અવશ્ય બંધાવવું. ધ્વજા ઉપર ચોત્રીસો યંત્ર લખવો.

તથા સૂર્યચંદ્ર કરવાં.

 

           चोत्रीसो

              यंत्र                                

        5  16  3  10

        4   9   6  15

        14   7  12  1

       11   2  13   8

सूर्य                    ચંદ્ર

                             

 

વર્ષગાંઠના દિવસે સર્વપ્રથમ ધ્વજા ચઢાવ્યા પહેલાં મૂળનાયક

આદિજિનબિંબોની પક્ષાલપૂજા અવશ્ય કરાવી લેવી. સ્નાત્ર ભણાવવું.

ત્યારબાદ સત્તરભેદી પૂજા ભણાવવી. પૂજામાં નવમી ધ્વજાપૂજા આવે

ત્યારે પ્રભુજીની સન્મુખબાજોઠ ઉપર અથવા પાટલા ઉપર ધ્વજા પધરાવવી.

પૂજન કરનાર ભાગ્યશાળીઓએ સર્વપ્રથમ કપાળમાં તિલક અને

જમણા હાથે નાડાછડી બાંધવી અને

આત્મરક્ષા પરમેષ્ઠી નમસ્કાર

મહામંત્રથી કરાવવી.


।। श्री वज्रपञ्जरस्त्रोत्रम् ।।

 

ॐ परमेष्टिनमस्कारं, सारं नवपदात्मकम् । आत्मरक्षाकरं वज्र – पज्जराभं स्मराम्यहम् ।।१।।

 ॐ नमो अरिहंताणं, शिरस्कं शिरसि स्थितम् । ॐ नमो सव्वसिद्धाणं, मुखे मुखपटं वरम् ।।२।।

ॐ नमो आयरियाणं, अङ्गरक्षातिशायिनी ।ॐ नमो उवज्झायाणं, आयुधं हस्तयोर्द्रढम् ।।३।।

ॐ नमो लोए सव्वसाहूणं, मोचके पादयोःशुभे ।एसो पंचनमुक्वारो, शिला वज्रमयी तले ।।४।।

 सव्वपावप्पणासणो, वप्रो वज्रमयो बहिः ।मंगलाणं च सव्वेसिं, खादिराङ्‌गारखातिका ।।५।।

 स्वाहान्तं च पदं ज्ञेयं, पढमं हवइ मंगलं ।वप्रोपरि वज्रमयं, पिधानं देहरक्षणे ।।६।।

महाप्रभावा रक्षेयं, क्षुद्रोपद्रवनाशिनी।

परमेष्ठिपदोद्भूता,कथिता पूर्वसूरभिः।७।

यश्चैवं कुरुते रक्षां, परमेष्ठिपदैः सदा।

तस्य न स्याद्भयं व्याधि-

राधिश्चापि कदाचन:।

 

પૂજન કરનાર ભાગ્યશાળીને

હાથમાં કુસુમાંજલી, પુષ્પ,

વાસક્ષેપ,ખોબામાં આપવા.

પછી ગુરૂ મહારાજનો યોગ હોય તો

ગુરૂ મહારાજ પાસે શાંતી

ઉદ્ઘોષણાની દસ ગાથા બોલાવવી.

અને ગુરૂમહારાજનો યોગ ન

હોય તો શ્રાવકે બોલવી.


॥ શાંતિ ઉદ્ઘોષણાની દસ ગાથા ॥

 

नमोऽर्हत् सिद्धाचार्योपाध्याय

सर्व साधुभ्यः ।

रोग शोकादिभिर्दोषै-रजिताय जितारये । नमः श्रीशान्तये तस्मै,

विहिताशिवशान्तये ।।१।।

श्री शान्तिजिनभक्ताय, भव्याय सुखसम्पदाम् । श्री शान्तिदेवता देया-दशान्तिमपनीयताम् ।।२।।

अम्बा निहितडिम्भा मे सिद्धिबुद्धिसमन्विता । सिते सिंहे स्थिता गौरी, वितनोतु समीहितम् ।।३।।

धराधिपतिपत्नी या, देवी पद्मावती सदा । क्षुद्रोपद्रवतः सा मां, पातु फुल्लत्फणावली ।।४।।

 चञ्चञ्चक्रधरा चारु-प्रवालदलदीधितिः । चिरं चक्रेश्वरी देवी,

नन्दतादवताच्च माम् ।।५।।

खङ्गखेटककोदण्ड-बाणपातिस्तडिद्युतिः । तुरङ्गगमनाऽच्छुप्ता,

कल्याणानि करोतु मे ।।६।।

 मथुरायां सुपार्श्वश्रीः, सुपार्श्वस्तूपरक्षिका । श्रीकुबेरा नरारुढा,

सुता‌ङ्काऽवतु वो भयात् ।।७।।

 ब्रह्मशान्तिःस मां पाया-दपायाद् वीरसेवकः । श्रीमद्वीरपुरे सत्या, येन कीर्तिः कृता निजा ।।८।।

श्रीशक्रप्रमुखा यक्षा, जिनशासनसंस्थिताः । देवीदेवास्तदन्येऽपि,

संघंरक्षन्त्वपायतः ।।९।।

 श्रीमद्विमानमारुढा, मातङ्गयक्षसङ्गता । सा मां सिद्धायिका पातु, चक्रचापेषुधारिणी ।।१०।।

 

દશગાથા પૂરીથાય પછી

થાળી વગાડવી.

કુસુમાંજલી પુષ્પ વગેરેથી

ધ્વજાને વધાવવાં.

પછી ક્રમશઃ ધ્વજની

અષ્ટપ્રકારી પૂજા કરવી.

જલપૂજા-જલં સમર્પયામિ સ્વાહા.

કહી પંચામૃત અથવા જલથી

ધ્વજા પર અભિષેક કરવો.

ચંદનપૂજા-ચંદન સમર્પયામિ

સ્વાહા કહી કેસરના છાંટણાં

કરવા તથા ધ્વજામાં પાંચ

સાથીયા કરવા. પુષ્યપૂજા –

પુષ્પ સમર્પયામિ સ્વાહા,

કહી ફૂલ ચઢાવવાં.

 

ધૂપપૂજા – ધૂપમાપ્રાપયામિ સ્વાહા,

કહી ધૂપ કરવો.

દિપકપૂજા -દીપં દર્શયામિ સ્વાહા,

કહી, દિપક દેખાડવો.

અક્ષતપૂજા – અક્ષત સમર્પયામિ સ્વાહા,

કહી ધ્વજા ઉપર

  ચોખાનો સાથીયો કરવો.

નૈવેદ્ય પૂજા – નૈવેદ્ય સમર્પયામિ સ્વાહા કહી, નૈવેદ્ય ચઢાવવું

ફલપૂજા- ફલં સમર્પયામિ સ્વાહા,

કહી શ્રીફળ ચઢાવવું.

પછી ધ્વજા ઉપર રોકડ નાણું. રૂપાનાણું, ત્રાંબાનાણું મૂકવું. અબિલ ગુલાલ છાંટવો.

 

ગુરૂમહારાજનો યોગ હોય

તો નીચેના મંત્રથી ધ્વજા

ગુરૂમહારાજ પાસેથી ત્રણવખત વાસક્ષેપથી મત્રાવવી.

ગુરૂ મહારાજનો યોગ ન હોય

તો શ્રાવક પાસે મંત્રાવવી.


ધ્વજ દંડ શિખર અને ધ્વજાનો મંત્ર

 

ॐ ह्रीं श्रीं ग्म्लयूँ क्ष्म्लयूँ हम्ल्यूँ क्लीं क्लीं क्लीं आँ क्रौं अरिहंत-शिखर-दंड-ध्वजेषुवासिदेवदेवीनां

 संघस्य च शांतिं तुष्टिं पुष्टिं

ऋद्धिं वृद्धिं कुरु कुरु स्वाहा ।।

 

પછી ધ્વજાને ભેગી કરી

ચાંદિના અથવા કાંસાના અથવા

પીત્તલના અથવા જર્મનના થાળામાં લઈ

(સ્ટીલની થાળીનો ઉપયોગ ન કરવો.)

સૌભાગ્યવંતી સ્ત્રીના માથે

મોતીની ઇંઢોણી રાખી

તેની ઉપર ધ્વજાનો

થાળ રાખી સિંહાસન-

ત્રિગડાની ડાબી બાજુએ ઉભા રહે.

પછી નવમી પૂજા ભણાવવી.

પછી વાજતે ગાજતે

બેન્ડવાજા, શરણાઈ,ઢોલ,

કાંસાની થાળી ડંકો વગાડવાપૂર્વક

જિનમંદિરને અથવા ત્રિગડાને

ત્રણ પ્રદક્ષિણાં દેવડાવવી.

પછી ધ્વજા ચઢાવવાના સ્થાને આવવું.

જુની ધ્વજા ઉતારી

નવી ધ્વજા સળીયામાં પરોવવી.

ચોત્રીસો યંત્ર લખેલો ભાગ

આપણી સન્મુખ આવે તેમજ ધ્વજાનો નેફો પાછળ આવે તેનો ખ્યાલ રાખવો.


ધ્વજા ચઢાવતી વખતે

શ્રી સંઘમાં બોલાવવું

 

ૐ પુણ્યાહં પુણ્યાહં પ્રીયન્તાં પ્રીયન્તાં. ૐ શ્રીશ્રમણ સંઘસ્ય શાન્તિર્ભવતુ.

ૐ શ્રી જન-પદાનાં શાન્તિર્ભવતુ.

ૐ શ્રી રાજાધિપાનાં શાન્તિર્ભવતુ.

ૐ શ્રી રાજસત્રિવેશાનાં શાન્તિર્ભવતુ.

ૐ શ્રી ગોષ્ઠિકાનાં શાન્તિર્ભવતુ.

ૐ શ્રી પૌરમુખ્યાણાં શાન્તિર્ભવતુ.

ૐ શ્રી બ્રહ્મલોકસ્ય શાન્તિપવર્ભવતુ.

ૐ સ્વાહા ૐ સ્વાહા

ૐ શ્રી પાર્શ્વનાથાય સ્વાહા.

 

અસ્મિન જંબૂદ્ધિપે ભરતક્ષેત્રે દક્ષિણાર્ધભરતે મધ્યખંડે……….

દેशे….. નગરે

                                                        શ્રી…………..જિન પ્રાસાદે

શ્રી સંઘ ગૃહે પૂજ્યપાદ આચાર્યભગવંત/મુનિભગવંત ……………..शुભ निश्राय

…………………(ભક્તનુ નામ) અથવા શ્રી સંઘ કારીતે ધ્વજારોપણ વિધિ મહોત્સવે ૐ હ્રીં શ્રી

પરમ પુરૂષાય પરમેશ્વરાય જન્મજરામૃત્યુ નિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય

ધ્વજ પૂજા યજા મહે

સ્વાહા. બોલી થાળી વગાડવી. થાળી વાગે ત્યારે ધ્વજા ફરકાવવી.

બેન્ડ, ઢોલ, શંખ, શરણાઇ,

ઘંટનાદ વિગેરે મંગળ વાજિંત્રો

વગાડાવવાં સકલ શ્રી સંઘે

કુસુમાંજલિ પુષ્પ રોકડ

નાણા તથા સોના રૂપાના

ફૂલ વગેરેથી વધાવવાં.

નીચે આવી ગુરૂમહારાજનો યોગ

હોય તો મોટી શાંતિ સાંભળવી

અથવા કોઇ શ્રાવકે બોલી લેવી.

પછી બાકીની સત્તરભેદીપૂજા પૂરી કરી. આરતી-મંગળદિવો,

શાંતીકલશ, ચૈત્યવંદન કરવું.

અને અવિધિ અશાતના,

મિચ્છામિ દુક્કડં કહી માફી માંગવી.

 

ગુરૂમહારાજનું ગુરૂપૂજન આદિ કરવું. શ્રી સંઘમાં માંગલિક નિમિત્તે પ્રભાવના કરવી.

Related Articles