Categories : Jain Vidhi Shree GyanPad Puja શ્રી આદિનાથાય નમઃ શ્રી આત્મ-કમલ- લબ્ધિ ગુરૂભ્યો નમઃ તં વિક્રમં ગુરુવરં વરદં નમામિ શ્રી જ્ઞાનપદ પૂજા શ્રી વડાકલ્પ (કલ્પસૂત્ર) સંવત્સરી (બારસાસૂત્ર) અને ચાર્તુમાસમાં ગ્રંથ વાંચનના દિવસે પાંચ જ્ઞાનની વાસક્ષેપ પૂજા કરતાં બોલવાના દૂહાઓ. વિધિ : પ્રથમ વાસક્ષેપ પૂજાના લાભાર્થી પરિવારે સુગંધી વાસક્ષેપ આદિ દ્રવ્ય લઈને ઉભા રહેવું. પ્રથમ પૂજા અધ્યાતમ જ્ઞાને કરી, વિઘટે ભવ ભ્રમ ભીતિ, સત્યધર્મ તે જ્ઞાન છે, નમો નમો જ્ઞાનની રીતિ, જ્ઞાનપદ ભજીએ રે જગત સુહંકરું, પાંચ એકાવન ભેદેજી, સમ્યગ્જ્ઞાન જે જિનવરે ભાખિયું, જડતા જનની ઉચ્છેદે રે .. ૧ ..જ્ઞાનપદ.. ભક્ષાભક્ષ વિવેચન પરગડો, ખીર નીર જેમ હંસો રે, ભાગ અનંતમો રે અક્ષરનો સદા, અપ્રતિપાતિ પ્રકાશ્યો રે .. ૨ ..જ્ઞાનપદ.. મનથી ન જાણે રે કુંભકરણવિધિ, તેહથી કુંભ કેમ થાશે રે, જ્ઞાન દયાથી રે પ્રથમ છે નિયમા, સદસદ્ભાવ વિકાસે રે .. ૩ ..જ્ઞાનપદ.. કંચનનાણુ રે લોચનવંત લહે, અંધો અંધ પુલાય રે, એકાંતવાદી રે તત્વ પામે નહી, સ્યાદ્વાદરસ સમુદાય રે .. ૪ ..જ્ઞાનપદ.. જ્ઞાનભર્યા ભરતાદિક ભવ તર્યા, જ્ઞાન સકલ ગુણ મૂલ રે, જ્ઞાની જ્ઞાનતણી પરિણતિ થકી, પામે ભવજલ કૂલ રે .. ૫.. ..જ્ઞાનપદ.. અલ્પાગમ જઈ ઉગ્ર વિહાર કરે, વિચરે ઉધમવંત રે, ઉપદેશમાલામાં કિરિયા તેહની, કાય કલેશ તસ હુંત રે ..६.. ..જ્ઞાનપદ.. જયંત ભૂપો રે જ્ઞાન આરાધતો, તીર્થંકર પદ પામે રે, રવિશશિ મેહ પરે જ્ઞાનઅનંતગુણી, ‘‘સૌભાગ્યલક્ષ્મી” હિતકામે રે .. ૭.. ..જ્ઞાનપદ.. ~ મંત્ર ~ ૐ હ્રીં શ્રી…તત્વાવબોધરૂપાય શ્રી સમ્યગ્જ્ઞાનપદાય નમઃ સ્વાહા.. (૨૭ ડંકા = વાસક્ષેપ પૂજા કરવી.) ૐ હ્રીં નમો નાણસ્સની ધૂન કરવી (દ્વિતીય પૂજાના લાભાર્થીએ સુગંઘી વાસક્ષેપ આદિ દ્રવ્ય લઈ ઊભા રહેવુ) દ્વિતીય પૂજા એ પિસ્તાલીશ વર્ણવ્યા, આગમ જિન મત માંહી, મનુષ્ય જન્મ પામી કરી, ભક્તિ કરો ઉચ્છાંહિ, આગમની આશાતના નવિ કરીયે હાં રે નવિ કરીયે રેનવિ કરીયે હાં રે શ્રુતભક્તિ સદા અનુસરિયે હાં રે શક્તિ અનુસાર ..१..આગમની.. જ્ઞાન વિરાધક પ્રાણીયા મતિહીના, હાં રે.. તે તો પરભવ દુઃખીયા દીના, હાં રે.. ભરે પેટ તે પર-આધીના, હાં રે.. નીચ કુલ અવતાર..૨..આગમની.. અંધા લૂલા પાંગુલા પિંડરોગી, હાં રે.. જનમ્યા ને માત વિયોગી, હાં રે… સંતાપ ઘણોને સોગી, હાં રે.. યોગી અવતાર ..૩.. આગમની.. મુંગા ને વલી બોબડા ધનહીના, હાં રે.. પ્રિયા પુત્ર વિયોગે લીના, હાં રે.. મૂરખ અવિવેક ભીના, હાં રે.. જાણે રણનું રોઝ ..૪.. આગમની.. જ્ઞાન તણી આશાતના કરી દૂરે, હાં રે.. જિન ભક્તિ કરો ભરપૂરે, હાં રે.. રહો શ્રી શુભવીર હજૂરે, હાં રે.. સુખ માંહે મગન્ન ..૫.. આગમની.. ~ મંત્ર ~ ૐ ह्रीँ શ્રી… તત્વાવબોધરૂપાય શ્રી સમ્યગગ્જ્ઞાનપદાય નમઃ સ્વાહા.. (૨૭ ડંકા = વાસક્ષ પૂજા કરવી.) ૐ ह्रीँ નમો નાણસ્સની ઘૂન કરવી (તૃતીય પૂજાના લાભાર્થીએ સુગંઘી વાસક્ષેપ આદિ દ્રવ્ય લઈ ઊભા રહેવુ) તૃતીય પૂજા અન્નાણ સંમોહ તમોહરસ્સ, નમો નમો નાણ દિવાયસ્સ, પંચપ્પચારસ્સુવગાગસ્સ, સત્તાણ સવ્વત્થપયાસગસ્સ હોયે જેહથી જ્ઞાન શુધ્ધ પ્રબોધ, યથાવર્ણ નાશે વિચિત્રાવબોધ, તેણે જાણીયે વસ્તુ ષડદ્રવ્યભાવા, ન હુયે વિતત્થા નિજેચ્છા સ્વભાવા.. હોયે પંચ મત્યાદિ સુજ્ઞાનભેદે, ગુરૂ-પાસ્તિથી યોગ્યતા તેહ વેદે, વલી હેય જ્ઞેય ઉપાદેય રૂપે, લહે ચિત્તમાં જેમ ધ્વાંત પ્રદીપે… ભવ્ય નમો ગુણ જ્ઞાનને, સ્વપર પ્રકાશક ભાવેજી, પરજાય ધર્મ અનંતતા, ભેદાભેદ સ્વભાવેજી… જે મુખ્ય પરિણતિ સકલ જ્ઞાયક, બોધ ભાવ વિલચ્છના, મતિ આદિ પંચ પ્રકાર નિર્મલ, સિધ્ધ સાધન લચ્છના… સ્યાદ્વાદ સંગી તત્ત્વરંગી, પ્રથમ ભેદાભેદતા, સવિકલ્પને અવિકલ્પ વસ્તુ, સકલ સંશય છેદતા… ~ મંત્ર ~ ૐ ह्रीँ શ્રી….તત્વાવબોધરૂપાય શ્રી સમ્યગ્જ્ઞાનપદાય નમઃ સ્વાહા.. (૨૭ ડંકા = વાસક્ષેપ પૂજા કરવી. ૐ ह्रीँ નમો નાણસની ઘૂન કરવી (ચતુર્થ પૂજાના લાભાર્થીએ સુગંઘી વાસક્ષેપ આદિ દ્રવ્ય લઈ ઊભા રહેવુ) ચતુર્થ પૂજા ભક્ષાભક્ષ ન જે વિણ લહીએ, પેય અપેય વિચાર રે, કૃત્ય અકૃત્ય ન જે વિણ લહીએ, જ્ઞાન તે સકલ આધાર રે. ભવિકા સિધ્ધચક્ર પદ વંદો… પ્રથમજ્ઞાનને પછી અહિંસા, શ્રી સિધ્ધાંતે ભાખ્યું રે, જ્ઞાનને વંદો જ્ઞાન મ નિંદો, જ્ઞાનીયે શિવસુખ ચાખ્યું રે. …ભવિકા… સકલ ક્રિયાનું મૂલ જે શ્રધ્ધા, તેહનું મૂલ જે કહીએ રે, તેહ જ્ઞાન નિતનિત વંદીજે, તે વિણ કહો કેમ રહીયે રે. …..ભવિકા…… પંચ જ્ઞાનમાંહિ જેહ સદાગમ, સ્વપર પ્રકાશક જેહ રે, દિપક પરે ત્રિભુવન ઉપકારી, વળી જેમ રવિ શશિ મેહ રે. …..ભવિકા…… લોક ઉર્ધ્વ અધો તિર્યગ જયોતિષ, વૈમાનિકને સિધ્ધ રે, લોકાલોક પ્રગટ સવિ જેહથી, તેહ જ્ઞાન મુજ શુધ્ધ રે. …ભવિકા… જેમ ચિરકાલે નંદો રે ભવિકા, ઉપશમરસનો કંદો રે ..ભવિકા… સેવે સુર નર ઈંદો રે ભવિકા, રત્નત્રયીનો કંદો રે ..ભવિકા… નાવે ભવ ભય ફંદો રે ભવિકા, વંદીને આનંદો રે ..ભવિકા… જ્ઞાનાવરણી જે કર્મ છે, ક્ષય ઉપશમ તસ થાય રે, તો હુએ એહિજ આતમા, જ્ઞાન અબોધતા જાય રે, વીર જિનેશ્વર ઉપદીશે તુમે સાંભલજો ચિત્ત લાઈ રે, આતમ ધ્યાને આતમા, રીધ્ધિ મલે સવિ આઈ રે …महावीर… ४िनेश्वर… ~ મંત્ર ~ ૐ ह्रीँ શ્રી…. તત્વાવબોધરૂપાય શ્રી સમ્યગ્જ્ઞાનપદાય નમઃ સ્વાહા…. (૨૭ ડંકા = વાસક્ષેપ પૂજા કરવી.) ૐ ह्रीँ નમો નાણસની ધૂન કરવી (પંચમ પૂજાના લાભાર્થીએ સુગંઘી વાસક્ષેપ આદિ દ્રવ્ય લઈ ઊભા રહેવુ) પંચમ પૂજા નિવ્વાણ મગ્ગે વરજાણ કપ્પં, પણાસિયા સેસ કુવાઈ દપ્પં, મયં જિણાણં સરણં બુહાણં, નમામિ નિચ્ચં તિજગપ્પહાણં…૧ બોધાગાઘં સુપદ પદવી નીર પૂરાભિરામં, જીવાહિંસા વિરલ લહરી સંગમાગાહદેહં, ચૂલા વેલં ગુરૂગમમણી સંકુલં દૂર પારં, સારં વીરાગમજલનિધિં સાદરં સાધુ સેવે… ૨ અર્હદ્ વત્ર પ્રસૂતં ગણધર રચિતં, દ્વાદશાંગં વિશાલં, ચિત્રં બહર્થ યુક્તં મુનિગણવૃષભૈ ર્ધારિતં બુધ્ધિમદ્ભિઃ, મોક્ષાગ્રદ્વારભૂતં વ્રતચરણ ફલં, જ્ઞેયભાવ પ્રદીપં, ભકત્યા નિત્યં પ્રપધે, શ્રુત-મહ-મખિલં સર્વ લોકૈક સારં…૩ જિન જોજન ભૂમિ, વાણીનો વિસ્તાર પ્રભુ અર્થ પ્રકાશે, રચના ગણધર સાર, સો આગમ સુણતાં, છેદીજે ગતિ ચાર, પ્રભુ વચન વખાણી, લહીયે ભવનો પાર…૪ આગમ તે જિનવર ભાખીયો, ગણધર તે હૈંડે રાખીયો તેહનો રસ જેણે ચાખીયો, તે હુઓ શિવસુખ સાખીયો…૫ ~~ મંત્ર ~~ ૐ ह्रीँ શ્રી…. તત્વાવબોધરૂપાય શ્રી સમ્યગ્જ્ઞાનપદાય નમઃ સ્વાહા…. (૨૭ ડંકા = વાસક્ષેપ પૂજા કરવી.) ૐ ह्रीँ નમો નાણસની ઘૂન કરવી જ્ઞાનની અષ્ટપ્રકારી પૂજા જલ પૂજા: શ્રુત સે શ્રદ્ધા ટીક રહે, શ્રદ્ધા સે વ્રત સાર, વ્રત સે શિવસુખ ઘટ મીલે, સો શ્રુત જગદાદાર. ૐ ह्रीँ શ્રી તત્વાવબોધરૂપાય સમ્યગ્જ્ઞાનપદાય જલં યજામહે સ્વાહા ચંદન પૂજા : શ્રુત હીન ક્રીયા કરે, જાનો સંસૃતિ વૃદ્ધિ, શ્રુત સહિત કિરીયા કરે, અનુકૂલ શિવપદ સિદ્ધિ ૐ ह्रीँ શ્રી તત્વાવબોધરૂપાય સમ્યગ્જ્ઞાનપદાય ચંદનં યજામહે સ્વાહા પુષ્પ પૂજા: શ્રુત સમો નહી જગતમેં, કોઈ કરે ઉપકાર, તિસ લીયે ભવભીતિ હર, ધાર ધાર શ્રુતધાર ૐ ह्रीँ શ્રી તત્વાવબોધરૂપાય સમ્યગ્જ્ઞાનપદાય પુષ્પ યજામહે સ્વાહા ધૂપ પૂજા : જ્ઞાન દાન કરે ધ્યાનનું, આપે સંજમ સાર જ્ઞાન વિના પશુ સારીખા, ભટકે ભવ મોઝાર ૐ ह्रीँ શ્રી તત્વાવબોધરૂપાય સમ્યગ્જ્ઞાનપદાય ધૂપં યજામહે સ્વાહા દીપ પૂજા: એકાવન ભેદે કરી, અલંકર્યો જે ગુણ, ઉજ્વલ સ્કટિક મણિ સમો, જ્યોતિ એહ નહિ ન્યૂન ૐ ह्रीँ શ્રી તત્વાવબોધરૂપાય સમ્યગ્જ્ઞાનપદાય દીપં યજામહે સ્વાહા અક્ષત પૂજા : ગમ્યાગમ્ય ને જાણતા પેચાપેચ વિચાર, તે જ્ઞાન ભવિયણ લહે, જલ્દી ભવનો પાર ૐ ह्रीँ શ્રી તત્વાવબોધરૂપાય સમ્યગ્જ્ઞાનપદાય અક્ષતં યજામહે સ્વાહા નૈવેધ પૂજા: મોહ હસ્તિહર સિંહ છે, મોહ તિમિરહર ભાણ, સુખ અનંતા આપતું, જાણો જિનવર નાણ, ૐ ह्रीँ શ્રી તત્વાવબોધરૂપાય સમ્યગ્જ્ઞાનપદાય નૈવેદ્યં યજામહે સ્વાહા ફલ પૂજા : આત્મ કમલ વિકસાવતુ, ભરે લબ્ધિ ભંડાર, સપ્તમપદે સેવા કરી, લહીયે ભવજલ પાર ૐ ह्रीँ શ્રી તત્વાવબોધરૂપાય સમ્યગ્જ્ઞાનપદાય ફલં યજામહે સ્વાહા Related Articles Shree Manibhadra Maha Poojan Vidhi Mahaveer Swami 27 Bhav (Hindi) Shree Shreni Tap Ane Vidhi (Gujarati) Shree Bhadra Tap Ane Teni Vidhi (Gujrati) Sattarbhedhi Pooja Sameeksha