વિરતિધરનો વેષ પ્યારો પ્યારો લાગે સંસારીનો
સંગ ખારો ખારો લાગે રે
ભવસાગર છે ભારી મુજને, તરતા ના ફાવે,
તરવાની ઘણીહોંશ મુજને, કોણ હવે ઉગારે,
સંયમનો આ પંથ, તારણહારો લાગે રે… संसारी…
સાચા સુખને શોધું છું, મને મારગ કોણ દેખાડે ?
આંગળી મારી પકડો મુજને મુક્તિ પંથ બતાવે,
સદગુરુ નો સંગ એક જ સાચો લાગે રે… संसारी…
રજોહરણ મેળવવાનો હવે, મન મારું લોભાયું
ગુરુકુળમાં સવાને કાજે દિલ મારું લલચાયું,
મહાવીર તારો માર્ગ, કામણગારો લાગે रे…