Shri Anant Jin shu Karu saheldiya stavan gujarati lyrics

Shri Anant Jin shu Karu saheldiya stavan gujarati lyrics

શ્રી અનંતજિન શું કરો સાહેલડીયાં,

ચોલ મજીઠનો રંગ રે ગુણવેલડીયાં;

સાચો રંગ તે ધર્મનો, સા…. બીજો રંગ પતંગ રે. ગુરુ ॥੧॥

 

ધરમ રંગ જીરણ નહિ, સા૦… દેહ તે જીરણ થાય રે; ગુ૦

સોનું તે વિણસે નહિ, સા…. ઘાટ ઘડામણ જાય રે. ગુ૦||૨||

 

ત્રાંબું જે રસ વેધીયું, સા૦……… તે હોય જ્યું હેમ રે; ગુ૦

ફરી ત્રાંબું તે નવિ હોવે, સ૦.. એહવો જગગુરુ પ્રેમ રે. ગુ૦ ।।૩।।

 

ઉત્તમ ગુણ અનુરાગથી સા૦… લહિએ ઉત્તમ ઠામ રે; ગુ૦

ઉત્તમ નિજ મહિમા વધે, સા૦… દીપે ઉત્તમ ધામ રે. ગુ૦ ॥४॥

 

ઉદક બિન્દુ સાયર ભળ્યો, સા૦… જિમ હોય અક્ષય અભંગ રે;

ગુ૦ જસ કહે પ્રભુ ગુણે સા૦… તિમ મુજ પ્રેમ પ્રસંગરે. ગુ૦ ||૫ ॥

Related Articles