આજ દેવ અરિહંત નમું, સમરું તારું નામ;
જ્યાં જ્યાં પ્રતિમા જિન તણી, ત્યાં ત્યાં કરું પ્રણામ.||૧||
શત્રુંજય શ્રી આદિદેવ, નેમ નમું ગિરનાર;
તારંગે શ્રી અજિતનાથ, આબુ જુહાર.||૨||
અષ્ટાપદ ગિરિ ઉપરે, જિન ચોવીશે જોય;
મણીમય મૂરતિ માનશું, ભરતે ભરાવી સોય.||૩||
સમ્મેતશિખર તીરથ વડું એ, જિહાં વીશે જિનપાય;
વૈભાર ગિરિવર ઉપરે, શ્રી વીર જિનેસર રાય.||૪||
માંડવગઢનો રાજિયો, નામે દેવ સુપાસ;
“ઋષભ’ કહે જિન સમરતાં, પહોંચે મનની આશ.||૫||