આજ જિનરાજ! મુજ કાજ સિધ્યાં સવે,
વિનંતિ માહરી ચિત્ત ધારી;
માર્ગ જે મેં લહ્યો તુજ કૃપારસ થકી,
તો હુઈ સમ્પદા પ્રગટ સારી.||૧||
વેગલો મત હુજે દેવ! મુજ મન થકી,
કમલના વન થકી જિમ પરાગો;
ચમક પાષાણ જિમ લોહને ખેંચશે,
મુક્તિને સહજ તુજ ભક્તિ રાગો.||૨||
તું વસે જો પ્રભુ! હર્ષભર હિયડલે,
તો સકલ પાપના બંધ તૂટે;
ઉગતે ગગન સૂર્ય તણે મણ્ડલે,
દશ દિશિ જિમ તિમિર પડલ ફૂટ.||૩||
સીંચજે તું સદા વિપુલ કરુણારસે,
મુજ મને શુદ્ધ મતિ કલ્પવેલી;
નાણ દંસણ કુસુમ ચરણ વર મંજરી,
મુક્તિ ફલ આપશે તે અકેલી.||૪||
લોકસંજ્ઞા થકી લોક બહુ વાઉલો,
રાઉલો દાસ તે સવિ ઉવેખે;
એક તુજ આણસું જેહ રાતા રહે,
તેહને એહ નિજ મિત્ર દેખે.||૫||
આણ જિનભાણ! તુજ એક હું શિર ધરું,
અવરની વાણી નવિ કાને સુણીએ;
સર્વ દર્શન તણું મૂલ તુજ શાશન,
તેણે તે એક સુવિવેક થુણીએ.||૬||
તુજ વચન રાગ સુખસાગરે હું ગણું,
સકલ સુર મનુજ સુખ એક બિંદુ;
સાર કરજો સદા દેવ! સેવક તણી,
સુમતિ કમલિની વન દિણિંદુ.||૭||