Aaj jinraj muj kaj stavan gujarati lyrics

Aaj jinraj muj kaj stavan gujarati lyrics

આજ જિનરાજ! મુજ કાજ સિધ્યાં સવે,

તું કૃપાકુંભ જો મુજ તૂઠો;

કલ્પતરુ કામઘટ કામધેનુ મળ્યો,

આંગણે અમીયરસ મેહ વૂઠો.||૧||

 

વીર તું કુંડપુર નયર ભૂષણ હુઓ,

રાય સિદ્ધાર્થ ત્રિશલા તનુજ જો;

સિંહ લંછન કનક વર્ણ કર સપ્ત તનુ,

તુજ સમો જગતમાં કોઈ ન દૂજો.||૨||

સિંહ પરે એકલો ધીર સંયમ ગ્રહી;

, આયુ બહોંતેર વરસ પૂર્ણ પાળી;

પુરી અપાપાએ નિષ્પાપ શિવવહૂ વર્યો,

તિહાં થકી પર્વ પ્રગટી દિવાળી.||૩||

 

તુજ ચઉદ મુનિવર મહાસંયમી,

સાહૂણી સહસ છત્રીસ રાજે;

યક્ષ માતંગ સિદ્ધાયિકા વર સૂરી,

સકલ તુજ ભવિકની ભીતિ ભાંજે.||૪||

 

. તુજ વચનરાગ સુખસાગરે ઝીલતો,

પીલતો મોહ મિથ્યાત્વ વેલી;

આવિયો ભાવિયો ધર્મપથ હું હવે,

દીજિયે પરમપદ હોઈ બેલી.||૫||

સિંહ નિશદીહ જો હૃદયગિરિ મુજ રમે

 તું સુગુણ લીહ અવિચલ નિરીહો;

તો કુમત રંગ માતંગના જૂથથ

 મુજ નહિ કોઈ લવલેશ બીહો.||૬||

 

ચરણ તુજ શરણ મેં ચરણગુણનિધિ ગ્રહ્યાં,

ભવ કરણ દમ શર્મ દાખો; હાથ જોડી કહે

“જશવિજય” બુધ ઈશ્યું,

દેવ! નિજ ભવનમાં દાસ રાખો.||૭||

Related Articles