આજ માહરો ફળિયો, પાસ જિનેસર મળિયો રે;
દુર્ગતિનો ભય દૂરે ટળિયો, પાયો પુણ્ય પોટલિયો રે.||૧||
મોહ મહાભટ જે છે બળિયો, સયલ લોક જેણે છળિયો રે;
માયા માંહે જગ સહું ડુળિયો, તે તુજ તેજે ગળિયો રે.||૨||
તુજ વિણ ભવ બહું રુલિયો, કુગુરુ કુદેવે છળિયો રે;
ઝાઝા દુઃખમાંહી હાંફળિયો, ગતિ ચારે આફળિયો રે.||૩||
કુમતિ કદાગ્રહ હેજે દળિયો, જબ જિનવર સાંભળીયો રે;
પ્રભુ દીઠે આનંદ ઉછળિયો, મગમાંહે ઘી ઢળિયો રે.||૪||
અવર દેવશું નેહ વિચલિયો, જિનજીશું ચિત્ત ભળિયો રે;
પામી સરસ સુધારસ ફળિયો, કુણ લે જલ ભાંભળિયો રે.||૫||