Aaj manorath Maro bhamiyo stavan gujarati lyrics

Aaj manorath Maro bhamiyo stavan gujarati lyrics

આજ માહરો ફળિયો, પાસ જિનેસર મળિયો રે;

દુર્ગતિનો ભય દૂરે ટળિયો, પાયો પુણ્ય પોટલિયો રે.

મોહ મહાભટ જે છે બળિયો, સયલ લોક જેણે છળિયો રે;

માયા માંહે જગ સહું ડુળિયો, તે તુજ તેજે ગળિયો રે.

તુજ વિણ ભવ બહું રુલિયો, કુગુરુ કુદેવે છળિયો રે;

ઝાઝા દુઃખમાંહી હાંફળિયો, ગતિ ચારે આફળિયો રે.

કુમતિ કદાગ્રહ હેજે દળિયો, જબ જિનવર સાંભળીયો રે;

પ્રભુ દીઠે આનંદ ઉછળિયો, મગમાંહે ઘી ઢળિયો રે.

અવર દેવશું નેહ વિચલિયો, જિનજીશું ચિત્ત ભળિયો રે;

પામી સરસ સુધારસ ફળિયો, કુણ લે જલ ભાંભળિયો રે

જન મન વાંછિત પૂરણ ફળિયો, ચિંતામણિ ઝળહળિયો રે;

“મેઘ” કહે ગુણમણિ માદલિયો, ઘો દોલત દાદલિયો રે.

Related Articles

× CLICK HERE TO REGISTER