આજ મારા પ્રભુજી સામું જુઓને, સેવક કહીને બોલાવો રે;
એટલે હું મનગમતું પામ્યો, રુઠડાં બાળ મનાવો, મોરા સાંઈરે. ।। ૧ ||
પતિત પાવન શરણાગત વત્સલ, એ જશ જગમાં ચાવો રે;
મન રે મનાવ્યા વિણ નહિ મુકું, એહિ જ મારો દાવો.||2||
કબજે આવ્યા તે નહિ મુકું, જિહાં લગે તુમ સમ થાવું રે;
જો તુમ ધ્યાન વિના શિવ લહીએ, તો તે દાવ બતાવો.||3||
મહાગોપ ને મહાનિર્યામક, એવા-એવા બિરુદ ધરાવો રે;
તો શું આશ્રિતને ઉદ્ધરતાં, બહુ બહુ શું કહાવો.||4||